________________
* સાધુપણાનો ધર્મ પામવા લોકપ્રિયતા જોઇએ પણ લોકનાં કામ કરીને નહીં, પાપ છોડીને લોકપ્રિયતા કેળવવી છે. લોકોત્તરધર્મને બાધ ન આવે તે રીતે વિશિષ્ટ લોકને પ્રિય બનવું છે. લોકોત્તરધર્મને આરાધતાં ક્ષુદ્રતા ટાળીને, પ્રકૃતિથી સૌમ્યતા કેળવીને, પાંચે ઈન્દ્રિયની પરિપૂર્ણતા મેળવ્યા પછી લોકોત્તરધર્મને આરાધવા નીકળ્યા જ છીએ તો હવે સારા માણસો કાઢી ન મૂકે એના માટે યોગ્યતા કેળવી લેવી છે. ઔદયિકભાવની લોકપ્રિયતા નથી જોઈતી, ક્ષયોપશમભાવની જોઈએ છે. ક્ષયોપશમભાવની લોકપ્રિયતા મેળવવી હશે તો ભગવાનનો માર્ગ સમાવવો પડશે, લોકોને ગમે એ આપવામાં ક્ષયોપશમભાવની લોકપ્રિયતા નહિ આવે. સમ્યક્ત્વ મિથ્યાત્વ, સુદેવ-કુદેવ, સુગુરુ-કુગુરુ, લૌકિક-લોકોત્તર, વિરતિ-અવિરતિ, લોકોત્તરલોકોત્તરાભાસ.... આ બધું સમજાવવું પડશે.
* ધર્મ કરવાથી સુખી થઈએ કે સાધુ થઈએ ? તુચ્છ વસ્તુ ખાતર ઊંચી વસ્તુને ન વેડફે તે અક્ષુદ્ર. સંસારના સુખ ખાતર ધર્મને વેચે નહિ તે અક્ષુદ્ર. બીજા નંબરે રૂપવાન બતાવ્યો છે. ધર્મ કરવા માટે ઈન્દ્રિયોની પરિપૂર્ણતા મળે તે રૂપવાનપણું. ગમે તેટલું દુઃખ વેઠવા તૈયાર હોય અને સુખ પાછળ ન દોડે એ ધર્મ માટે અનુકૂળ એવી ઈન્દ્રિય. ઈન્દ્રિયો આપણી નોકરાણી જેવી છે ને ? નોકર કેવો ગમે ? કામ બધું કરે અને પગારવધારો ન માંગે ! એ રીતે ઇન્દ્રિયો પણ દુઃખ દરેક જાતનાં ભોગવે અને સુખ બિલકુલ માંગે નહિ તે ધર્મને અનુકૂળ ઈન્દ્રિય. ત્રીજા નંબરે પ્રકૃતિની સૌમ્યતા. કષાયની મંદતા જ પ્રકૃતિની સૌમ્યતાને લાવે છે. ચોથો લોકપ્રિયતા ગુણ બતાવ્યો. બીજાનાં કામ કરીને પ્રિય બનવું તે લોકપ્રિયતા નથી. પાપ છોડીને, ભગવાનની આજ્ઞા પાળીને પ્રિય થવું તે લોકપ્રિયતા. આજે સાધુભગવન્ત તમારી ગોચરી વગેરેની વિનંતિનો સ્વીકાર ન કરે તોય અપ્રિય થઈ પડે ને ? જગતના જીવોની ઈચ્છાઓ પૂર્ણ કરવી એ આપણા હાથની વાત નથી. માટે ભગવાનની આજ્ઞા પાળીને લોકપ્રિય બનવું છે. સાધુભગવન્તો ભગવાનની આજ્ઞાની મર્યાદામાં રહે તે તમારા અને અમારા હિત માટે છે.
* ૫. ક્રૂરતાનો અભાવ : પાંચમો ગુણ અક્રૂર બતાવ્યો છે. ક્રૂર એટલે દુરભિસંધિ અર્થાર્ દુષ્ટ અધ્યવસાયવાળો, પરદ્રોહ કરનારો. ગુરુભગવન્ત હિતશિક્ષા આપે ત્યારે માથું ગરમ કરવું, આંખો લાલ કરવી, મોઢું વિકૃત કરવું તે ક્રૂરતા. ગુરુ ભગવન્તની હિતશિક્ષા પામ્યા પછી ગુરુનું ખરાબ દેખાડવાનો અધ્યવસાય તે ક્રૂરતા. ગુરુ સામે ઊંચે સાદે બોલવું તે ક્રૂરતા. ક્રૂરતાનો પરિણામ એ ગુણનો નાશક છે, એટલું જ નહિ ચારિત્રગુણનો ઘાતક છે. ફુલવાલક મુનિનું પતન આ ક્રૂરતાના કારણે થયું હતું. ક્યાંય પણ દયાના
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૧૮૭
www.jainelibrary.org