________________
ચાલશે પણ રાત્રિભોજન છોડવું જ પડશે. ભગવાનની આજ્ઞા મુજબની નવકારશી દિવસેદિવસે ચઢિયાતી ગણાય છે તેમ રાત્રિભોજન આદિ પાપો પણ દિવસે દિવસે દ્વિગુણિત અનુબંધવાળાં બની શકે છે. આજે આપણને પાપ નથી છોડવું અને દુઃખ ટાળવા માટે ધર્મ કરવો છે. કોઈ કાળે એ ધર્મ દુઃખ દૂર નહિ કરે, ઉપરથી પાપ બંધાવશે. માટે વહેલી તકે લાયકાત કેળવી લેવી છે.
* ૪. લોકપ્રિયતા : ગુણના કારણે લોકોને પ્રિય થવું. લોકોને પ્રિય થઈએ તો સારા માણસ પોતાની પાસે બેસાડે, નહીં તો લોકો હડધૂત કરીને કાઢી મૂકે. સારા માણસો પાસે બેસવાથી સારા માણસો દોષો દૂર કરે, ગુણ શિખવાડે.
* જેઓ પોતાની જાતને સારી માને અને બીજાને ખરાબ માને તેઓ લોકપ્રિય ન બની શકે. પોતાને ખરાબ માને તો જ સારા માણસોના સંસર્ગમાં રહે. તેથી પોતે પણ ગુણ પામે અને બીજા લોકોને પણ ગુણ પ્રાપ્ત કરાવી શકે.
જ
* પ્રકૃતિથી સૌમ્ય હોય એ લોકોને પ્રિય થયા વિના ન રહે. પરન્તુ આવી લોકપ્રિયતા જો ગુણના ઘરની હોય તો જ કામની. કેવળ બીજાના કામ કરીને લોકપ્રિય બને એ લોકપ્રિયતા કામની નથી. લોકપ્રિયતા હશે તો શિષ્ટ પુરુષો પાસે બેસાડશે. જ્ઞાની પુરુષો પાસે બેસીશું તો જ જ્ઞાનની પ્રાપ્તિ થશે. જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરવા માટે લોકપ્રિયતારૂપ યોગ્યતા એ મોટામાં મોટું સાધન છે. જેની પાસે રહીએ એમને અપ્રિય થાય એવું એકે કામ ન કરીએ તો ગુરુભગવન્ત કાઢી નહિ મૂકે. સ્થૂલભદ્ર મ. ને ગુરુભગવન્તે જ્ઞાન આપ્યા પછી પણ અભિમાનમાં પડયા તો ગુરુભગવન્તે અયોગ્ય કહી દીધા તેથી અધિક જ્ઞાનથી વંચિત રહી ગયા.
* જેની પાસેથી કશું મેળવવાનું નથી એવા લોકો માન આપે તો એવું માન નથી જોઈતું, ગુરુભગવન્ત પાસેથી ગુણો મેળવવાના છે તો એ અપમાન કરશે તોપણ ચાલશે... આટલું સત્ત્વ જે દિવસે આપણી પાસે આવશે એ દિવસે આપણે મોક્ષમાર્ગમાં પગલું ભર્યું છે – એવું કહેવાય.
* મહાન પુરુષોની નિશ્રામાં રહેવાના કારણે ઘણા ફાયદા છે. માટે તો વીરવિજયજી મ. એ પણ સ્તવનમાં ગાયું છે - ‘મોટાનો જે આશરો તેહથી પામીએ લીલવિલાસ.' અવસરે અવસરે હિતશિક્ષા મળતી રહે તો દોષોથી हूर થઈએ.
* ખરાબ વસ્તુને ખરાબ માનવા ન દે એ મોહનો અંધાપો છે અને ખરાબ માન્યા પછી છોડવા ન દે એ મમત્વ છે. આસક્તિ ભવિષ્યની આશા છોડવા દેતી નથી અને મમત્વ વર્તમાનમાં ખરાબથી ચલાવી લેવાનું કામ કરે છે.
૧૮૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org