________________
* ૨. રૂપવાન : પાંચ ઈન્દ્રિયથી પરિપૂર્ણ. પાંચે પાંચ ઈન્દ્રિય જેમની પરિપૂર્ણ હોય તેઓ જ ધર્મની આરાધના માટે સમર્થ બને. આજે આપણું શરીર ચાલે એવું છે ને ? શરીર ચાલતું નથી માટે ધર્મ નથી કરતા કે ચલાવવું નથી માટે નથી કરતા?
* ઈન્દ્રિયો કર્મે આપેલી છે તો જ્યાં સુધી કર્મ સાથ આપે ત્યાં સુધી એ ઈન્દ્રિયો પાસેથી કામ લઈ લેવું છે. પાંચે ઈન્દ્રિયો નકામી થઈ જશે તો કોઈ દીક્ષા નહિ આપે. એના કરતાં ઈન્દ્રિયો કામ આપે છે તો તેનો સદુપયોગ કરી લેવો છે, દિક્ષા લઈ લેવી છે. દીક્ષા લેવાના પરિણામ ન જાગે તો પણ વાંધો નથી, દીક્ષા સારી છે ને? તો સંસારનાં કાર્યોમાં ઈન્દ્રિયોને વેડફી નથી નાખવી.
* ૩. પ્રકૃતિસૌમ્યતા એટલે કષાયનો અભાવ. સ્વભાવથી જ કષાયના અભાવવાળો હોય. કષાયના અભાવ વિના ગુણોની પ્રાપ્તિ થતી નથી. અનન્તાનુબંધીના કષાય જાય ત્યારે જ સમ્યકત્વરૂપ ગુણની પ્રાપ્તિ થાય છે. અપ્રત્યાખ્યાનીના કષાય જાય
ત્યારે દેશવિરતિ આવે. પ્રત્યાખ્યાનીના કષાય જાય ત્યારે સર્વવિરતિ આવે અને સંજ્વલનના કષાય જાય ત્યારે વીતરાગતા આવે. પ્રકૃતિથી સૌમ્ય ન બનીએ તો ગુરુભગવન્ત હિતશિક્ષા વગેરે પણ ન આપે. હિતશિક્ષા ન આપે તો ગુણોની પ્રાપ્તિ પણ નહીં થાય માટે કષાયથી દૂર રહેવું છે.
* જેટલી આરાધના કરી હોય તે બધી આરાધનાને એક વખતનો ક્રોધ નષ્ટ કરી દે છે માટે ક્રોધ ન કરવા માટે સૌથી પહેલાં પ્રકૃતિની સૌમ્યતા બતાવી છે. જેમ જેમ ધર્મ કરવા માંડીએ તેમ તેમ આપણે ઊંચા છીએ એવું હૈયામાં બેઠું છે માટે જ ગુસ્સો કરવાનું બને ને ? ઊંચામાં ઊંચી વસ્તુ લઈ જવી હોય તો પાત્ર પણ યોગ્ય જોઈએ તેમ ક્રોધના અભાવ રૂપ ક્ષમાધર્મને પ્રાપ્ત કરવા માટે પ્રકૃતિની સૌમ્યતા રૂપ પાત્રતા કેળવવી પડે. ક્રોધના અભાવમાં અને પ્રકૃતિની સૌમ્યતામાં ફરક છે. એક યોગ્યતારૂપ છે અને એક કાર્યરૂપ છે. ક્રોધનો પ્રસંગ આવે ત્યારે ગુસ્સો ન કરવો એ ક્ષમાધર્મ છે અને ક્રોધનો પ્રસંગ ન આવે તો પણ ગુસ્સો ન કરવો એ પ્રકૃતિની સૌમ્યતા છે. પ્રકૃતિસૌમ્યતા ગુણ કાયમ માટે રહેલો હોય છે, જ્યારે ક્ષમાધર્મ તે તે અવસરે જણાતો હોય છે. સૌમ્યતા એ સ્વભાવ છે, ક્ષમા એનું ફળ છે.
* અર્થ-કામ જોઈતા હોય તેને ગુસ્સો કરવો પડે. કેળવજ્ઞાન જોઈતું હોય એને ગુસ્સાની જરૂર પડતી નથી. હું ચઢિયાતો છું' આવો ભાવ ગુસ્સો કરાવે છે. અનાદિ કાળથી સંસારમાં રખડી રહ્યો છું, કંઈકેટલીય ભૂલો કરી છે તો કોઈએ ઠપકો આપ્યો હોય તો ખોટો ઠપકો આપ્યો નથી, સાચો જ છે એમ માની લઈએ તો ગુસ્સો નહીં આવે. ૧૮૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org