________________
* સહન કરવાનો વિચાર આવે ત્યારથી ભવિતવ્યતા પાકવા માંડે, પ્રતીકાર કરવાની ભાવના જાગે ત્યારથી ભવિતવ્યતા બગડવા માંડે.
ન
* ‘આપણી ભૂલો જ આપણને નડે, બીજાની નહીં’ એવું જે ન માને એ ધર્મ નહિ કરી શકે.
* કોઈ દિવસ, કોઈની ઉપર ક્યારે પણ ગુસ્સો ન કરવો એ પ્રકૃતિની સૌમ્યતા છે. આટલી શરતો હશે ત્યારે સ્વાભાવિક સૌમ્યતા આવશે. આવી સૌમ્યતા લાવવા માટે સામી વ્યક્તિ સાથે બોલતી વખતે અવાજ ચઢાવવો નથી, મોઢું વિકૃત કરવું નથી, માથાની રેખા ચઢાવવી નથી, અરેતુરેથી વાત કરવી નથી. સામી વ્યક્તિના મનને દુઃખ પહોંચે એવા શબ્દનો પ્રયોગ કરવો નથી. ભાષાની સૌમ્યતા એવી રીતે રાખવી છે કે સામી વ્યક્તિને સાંભળ્યા પછી આનંદ આવે. ગ્રંથમાં પ્રકૃતિસૌમ્યતાની વ્યાખ્યા કરતી વખતે કહ્યું છે કે સુધાંશુ એટલે ચન્દ્રમા, એની જેમ આનંદને આપનાર. બીજાને આનંદ આપવાના સ્વભાવવાળા જીવો જ ધર્મ માટે લાયક બને છે. પ્રકૃતિથી સૌમ્ય ન હોય એવા જીવોને કોઈ પાસે ઊભું રાખતું નથી. યોગ્ય પાસે ઊભા રહેવા જેટલી પણ લાયકાત ન હોય તો દોષો જશે નહિ અને ગુણો મળશે નહિ માટે ગમે તે રીતે આ લાયકાત કેળવી લેવી છે.
* બીજાનું દુ:ખ વેઠી લેવું એ ક્રોધનો નિગ્રહ અને બીજાને આનંદ આપવો એ પ્રકૃતિની સૌમ્યતા. બીજાને આનંદ આપવો એનો અર્થ બીજા ઉપર રાગ કરવો એ નથી. બીજાને આનંદ આપ્યા પછી પણ સામી વ્યક્તિ આપણી ઉપર ગમે તેટલી લાગણી વરસાવે તોપણ એમાં લેપાવું નહીં એના માટે પ્રકૃતિની સૌમ્યતા જોઈએ. રાગને જીતવા માટે પ્રકૃતિની સૌમ્યતા જોઈએ અને દ્વેષને જીતવા માટે ક્રોધનો નિગ્રહ જોઈએ. ચારિત્ર એ ક્રોધના નિગ્રહ સ્વરૂપ છે. પ્રકૃતિસૌમ્યતા એ આધાર છે, ક્રોધનો નિગ્રહ આધેય છે. આધાર વગર આધેય નહિ ટકે.
* પ્રકૃતિની સૌમ્યતા વિનાના ધર્મથી પાપ નહિ જાય. આજે આપણે પાપ ટાળવું નથી માટે પ્રકૃતિની સૌમ્યતા વગરનો ધર્મ કરવાનું ચાલુ રાખ્યું છે ને ? ધર્મ કરીને દુર્ગતિ નથી ટળતી, પાપ ન કરે તો દુર્ગતિ ટળે. આજે આપણને પાપ ટાળવું નથી અને દુઃખ ટાળવું છે માટે ધર્મનું ઓઠું લીધું છે. શાસ્ત્રમાં, ધર્મ કરનારા દુર્ગતિમાં ન જાય એવું લખ્યું છે – એનો અર્થ પાપ ન કરે એ દુર્ગતિમાં ન જાય એવો છે. દુઃખ જોઈતું નથી માટે ભગવાનની પૂજા કરવી છે, પણ રાત્રિભોજન નથી છોડવું. ઉપવાસ, એકાસણાં.. વગેરે કરવાં છે પણ રાત્રિભોજન નથી છોડવું એ સારું નથી. ઉપવાસાદિ નહિ કરો તો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૧૮૫
www.jainelibrary.org