________________
દસ પ્રકારનો યતિધર્મ :
* દેશવિરતિધર્મનું નિરૂપણ કર્યા બાદ સર્વવિરતિધર્મનું નિરૂપણ કર્યું છે. ક્ષમા વગેરે દસ પ્રકારના યતિધર્મને પામવાની ભાવનાથી જ આપણે દેશવિરતિનું શ્રવણ કર્યું હતું ને ? ક્ષમાધર્મ સૌથી પહેલો છે. આ જગતમાં આપણા પાપના ઉદયમાં જે જે જીવો નિમિત્ત બને છે તે બધા પ્રત્યે આપણે ક્ષમા કેળવવી છે. ભૂલ આપણી છે માટે બીજાને ક્ષમા આપવી છે. જેઓ પોતાની ભૂલ ન જુએ અને બીજાની ભૂલ જોયા કરે તે સાધુપણું પાળવા માટે લાયક નથી. ભૂલ બીજાની છે ને સહન આપણે કરવાનું? – આવો ભાવ આવે તે ક્ષમાધર્મ ન પાળી શકે. આપણી ભૂલ વગર આપણને દુઃખ ન આવે-આવી શ્રદ્ધા ખરી ને ? આપણી ભૂલ ન દેખાય તોપણ પહેલાંની, ભૂતકાળની, પૂર્વભવની આપણી ભૂલ છે – એવું માનીએ ને? મહાવીરપરમાત્માના જીવે નીચગોત્રકર્મ બાંધ્યું ત્રીજા ભવમાં અને ભોગવ્યું સત્તાવીસમા ભવમાં. ચોવીસ ભવ પહેલાની ભૂલ પણ આજે ઉદયમાં આવે-એવું બને ને ? સાધુભગવન્તો ક્ષમાધર્મ જાળવી શકે છે. કારણ કે અનેક ભવોની પરંપરા તેમની નજર સામે હોય છે. સામાની ભૂલ નથી, મારી ભૂલ છે-આ ભાવ જ ક્ષમાનો સ્થાયીભાવ છે.
* સાધુપણું લેવું એટલે અવિરતિથી વિરામ પામવું તે. આ અવિરતિ વિષયની પરિણતિ સ્વરૂપ છે તેથી વિરતિની શરૂઆત વિષયની પરિણતિના અભાવથી થવી જોઈએ, જ્યારે અહીં વિષયાસક્તિના અભાવને જણાવવાને બદલે કષાયની પરિણતિના અભાવરૂપ ક્ષમાધર્મ સૌથી પહેલો જણાવ્યો છે, એનું કારણ શું? ... આવી શંકા પડે ને ? એનું નિરાકરણ એ છે કે – સુખ છોડવું સહેલું છે પણ સહન કરવાનું કામ કપરું છે. સુખને લાત મારીને આવેલા પણ દુઃખથી જો અકળાઈ જાય તો સાધુપણું નહિ પાળી શકે. આથી જ ક્ષમાધર્મને સૌથી પહેલો જણાવ્યો. વિષયની પરિણતિ તો આપણને એકલાને નડે છે જ્યારે કષાયની પરિણતિ આખા ગામને નડે છે. માટે કષાયની પરિણતિ સૌથી પહેલી ટાળવી છે. પોતાની ભૂલ જોતાં થઈએ તો સાધુપણું મજેથી પળાય. જ્યારે પણ દુઃખ આવે ત્યારે પોતાનો વાંક જુઓ, બીજાનો નહિ. તમે તમારી ભૂલ જોતા થાવએટલી જ અપેક્ષા છે. અનુકૂળતા તો ત્યારે મળે કે જયારે પુણ્ય બચ્યું હશે. પાપ ગયું નહિ હોય ત્યાં સુધી પ્રતિકૂળતા આવ્યા વિના નહિ જ રહે. ક્રોધે ક્રોડપૂર્વ તણું સંયમ જાય-એવું કહ્યું છે, ત્યાં વિષયની પરિણતિના કારણે સંયમ નકામું જાય છે – એવું નથી કહ્યું. આના ઉપરથી પણ કષાયની ભયંકરતા સમજાય છે ને? વિષયની પરિણતિ તોડીને ગમે તેટલા ગુણો મેળવ્યા હોય છતાં કષાયની ચિનગારી ને લાગે તો તેના પર
૧૬૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org