________________
* સાધન આકરું છે એમ જાણ્યા પછી તે માટે પ્રયત્નાતિશય કરવાનું મન થાય તો સમજવું કે મોક્ષનું અર્થીપણું છે અને સાધન આકરું જાણ્યા પછી પડતું મૂકવાની વાત કરે તો સમજવું કે મોક્ષનું અર્થીપણું નથી. જેને સાધન આપું લાગે તે સાધનને પ્રાપ્ત કરવા શું કરવું તેની ચિંતામાં લાગી જાય તે પહેલાના મહાપુરુષોને સાધન આકરું લાગ્યા પછી તેને આત્મસાત્ કરવા શું કરવું તેની જિજ્ઞાસાથી તેઓ ગુરુભગવન્તને માર્ગ પૂછતા. જ્યારે આપણે તો “આપણું કામ નહિ એમ સમજીને ઊભા થઈ જઈએ ને ? જેને પામવું છે તેના માટે આ ધર્મરત્નને પામવાની યોગ્યતાની વાત આગળની ગાથામાં કરી છે. એના પહેલાં જણાવ્યું છે કે યતિધર્મ અને ગૃહીધર્મ એ રત્નજેવો છે. આ લોકમાં રત્નને લેનારા અને રત્નને આપનારા ઓછા હોય છે તેમ અહીં પણ ધર્મરત્નના અર્થી
અને દાયક જીવો અલ્પ જ રહેવાના. સામાન્ય ઘાસ-ઈન્ધન-લવણ વગેરે અસારભૂત દ્રવ્યના અર્થી અને દાયક જોઈએ એટલા મળે. તેમ કુધર્મને કરનારા, આપનારા જોઈએ એટલા મળે. મોશૈકલક્ષી દેશના આપનારા કોઈક જ મળે અને સંસારના સુખના ઈરાદે ધર્મ કરાવનારા જોઈએ એટલા મળે. રત્નના અર્થી કરતાં પણ રત્નના વ્યાપારી અલ્પ હોય છે. આ ધર્મરત્નની યોગ્યતા કેવા પ્રકારની છે, તે જણાવે છે. કારણ કે ઊંચી વસ્તુ યોગ્યતા વિના ન અપાય. અયોગ્યને ઊંચી વસ્તુ આપવાથી તે યોગ્ય નથી બની જવાનો, ઉપરથી વસ્તુની કિંમત ઘટે છે. આથી મહાવ્રતોને લેવાની યોગ્યતા તરીકે એકવીસ ગુણો બતાવ્યા છે. આ યોગ્યતા વિના સાધુપણું કદાચ મળી જાય ખરું પણ પળાય નહિ. દીક્ષા વૈરાગ્યના યોગે જ પળાય છે. રાગથી દીક્ષા મળી જાય ખરી પણ વૈરાગ્ય વિના દીક્ષા પાળી શકાશે નહિ.
સ. સાધુધર્મ અદ્દભુત છે – એવું કેમ લાગતું નથી?
પેટમાં મળ જામી ગયો હોય તો સારી વસ્તુની રૂચિ જાગે ખરી ? અહીં પણ કર્મમળ જામી ગયો છે માટે ધર્મરત્નની રુચિ ક્યાંથી જાગે ? પુણ્યથી મળી ગયું હોત તો આજે આસક્તિ મરી જાત. માંગીને મેળવ્યું છે માટે આસક્તિ જતી નથી. હવે જે આસક્તિ જતી ન હોય તો તેના ટુકડેટુકડા કરી નાખવા છે. આસક્તિ તૂટતી નથી તેનો અર્થ એ છે કે આસક્તિ તોડવી નથી. આસક્તિ તોડવાનું મન થાય તો કોઈની રાહ જોવા નથી બેસવું. આસક્તિ તોડીને સાધુપણું લેવાનું મન થાય તો તમે સૌથી પહેલાં કોને કહેવા જાઓ? જે આસક્તિ વધારે તેને કહેવા જાઓ કે આસક્તિ ઘટાડે તેને? જંબૂસ્વામી મહારાજને ઈચ્છા જાગ્યા પછી સુધર્માસ્વામી મહારાજને કહેવા ગયા. આજે તમને ઈચ્છા થયા પછી ગુરુભગવન્તને કહેવા જાઓ કે ઘરના પાત્રને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org