________________
સ. શાસનપ્રભાવનાનાં કામ હોય તો ?
શાસનપ્રભાવના તમારે કરવાની કે અમારે ? અમારે તો માત્ર ઉપદેશ આપવાનો, કરવાનું તમારે. અમે તો ભગવાનના વચનથી તમારું હૈયું હલી જાય એવો ઉપદેશ આપવા પ્રયત્ન કરીએ, હાથ તો તમારે જ હલાવવાના. કુમારપાળ મહારાજાએ શાસનપ્રભાવના કરી કે પૂ. હેમચંદ્રસૂરિ મહારાજે ? અકબર બાદશાહે પ્રભાવના કરી કે પૂ. હીરસૂરિજી મહારાજે ? સંપ્રતિ મહારાજાએ પ્રભાવના કરી કે પૂ. આર્યસહસ્તસૂરિ મહારાજે? ઉપદેશથી શાસનપ્રભાવના થાય-એ અપેક્ષાએ આચાર્યો શાસનપ્રભાવક કહેવાય. બાકી શ્રાવકે કરવાનાં કામોમાં સાધુ પડે નહિ.
* સત્યધર્મ-સાતમો યતિધર્મ સત્ય નામનો છે. સત્યધર્મનું પાલન કરવું એટલે અસત્યપ્રરૂપણા ન કરવી. જયાં સુધી અર્થનો નિર્ણય ન થાય ત્યાં સુધી બોલવું નહિ. અર્થનો નિર્ણય થયા વિના બોલવું તે અસત્યપ્રરૂપણા. ધર્મ કરાવવો એ ફરજિયાત નથી, સાચું સમજાવવું એ ફરજિયાત છે. સાચું સમજાવવાની જવાબદારી અમારી છે, તમને ન સમજાય ત્યાં સુધી પૂછવાની છૂટ છે. સમજયા પછી આચરવું એ તમારા હાથની વાત છે. જે દિવસે અમે સમજાવવાની ના પાડીએ તે દિવસે અમારું પગથિયું ના ચઢશો. અમારી વાત સાચી છે તે સમજાવવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. કારણ કે અમારે અમારા ઘરનું કશું કહેવાનું નથી, શાસ્ત્રને જોઈને જ કહેવાનું છે. શાસ્ત્રના અનેક અર્થ થાય-એવું કહીને લોકોને ભરમાવવાની જરૂર નથી. એક વખતે એક શબ્દનો એક જ અર્થ થાય. જે અર્થ કરીએ તે શાસ્ત્રનાં અન્ય વિધાનોની સાથે વિરોધી ન જ હોવો જોઈએ. આપણે જે અર્થ કરીએ તે અર્થ સાચો છે એટલો આત્મવિશ્વાસ ન હોય ત્યાં સુધી બોલવું નહિ, પાટે બેસવું નહિ, આચરણા કરવી નહિ. અર્થનો નિર્ણય કર્યા વિના, સમજ્યા વગર બોલવાની પ્રવૃત્તિ સત્યવ્રતનો ઘાત કરનારી છે. જાણકાર આપણે ન હોઈએ તો જાણકારી મેળવી લેવી, ન મળે ત્યાં સુધી મૌન રહેવું. પહેલું મહાવ્રત પાળવાનું સહેલું છે પણ સત્યવ્રત પાળવું કઠિન છે. કોઈને દુઃખ ન આપવું એ આપણા હાથની વાત છે, જ્યારે સત્ય બોલવા માટે તો ભગવાનના વચનનું જ્ઞાન જોઈશે. શાસ્ત્રમાં કહ્યું છે કે જેને સાવદ્ય અને નિરવદનું જ્ઞાન ન હોય તેને બોલવાનો પણ અધિકાર નથી તો દેશનાનો અધિકાર ક્યાંથી અપાય ?
* શૌચ ધર્મ : દ્રવ્યથી નિર્લેપતા અને ભાવથી નિરવઆચારતા તેનું નામ શૌચધર્મ. સારું દ્રવ્ય અડે નહિ અને ખરાબ દ્રવ્ય નડે નહિ તેનું નામ દ્રવ્યથી નિર્લેપતા. સારું અડી જાય એટલે ગળે વળગાડવાનું મન થાય અને ખરાબ નડે એટલે લાત મારવાનું
૧૭૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org