________________
* આ સંયમ નજર સામે આવે તો ખ્યાલ આવે ને કે ગૃહસ્થપણામાં પાપ કેટલું છે? ડગલે ને પગલે પાપ લાગતું હોવા છતાં તે નથી દેખાતું. કારણ કે પુણ્યની દિવાલ નીચે પાપ ઢંકાઈ ગયું છે. આ અર્થની ઉપાસના અનર્થને જેવા દેતી જ નથી. આજે આપણને પાપ ગમે છે માટે જ દીક્ષા ગમતી નથી, પળાતી નથી.
* આ રીતે પૃથ્વીકાયાદિ નવના વિષયમાં સંયમ બતાવ્યા બાદ દસમો અજીવ સંયમ બતાવ્યો છે. સાધુભગવન્તોને જ્યારે જરૂર પડે ત્યારે પાંચ પ્રકારનાં પુસ્તક, પાંચ પ્રકારનાં ચર્મ, પાંચ પ્રકારનાં વસ્ત્ર અને પાંચ પ્રકારનાં તૃણ લેવાનાં. તે જણાપૂર્વક લેવા-મૂકવા તે અજવસંયમ. આ પુસ્તકાદિ ઔપગ્રહિક ઉપધિ છે. કાયમ માટે વસ્ત્રપાત્રાદિની જેમ પાસે નથી રખાતાં, જરૂર પડે ત્યારે જ લેવાં. આ ઉપકરણોને દુષ્પતિલેખિતપણે વાપરીએ તો સંયમ ન સચવાય. પ્રાર્થના કરવાપૂર્વક જ લેવામૂકવા તે અજીવસંયમ. આજે બિનજરૂરી પુસ્તકોનો વપરાશ ઘણો વધી ગયો છે. બાઈડિંગ કરેલાં પુસ્તકોમાં જયણા પળાતી ન હોવાથી અમારે માટે તે કથ્ય નથી. પ્રતની જેમ છૂટાં પાનાં હોય તો તેમાં ચઢેલ કંથવા વગેરેની જયણા પાળી શકાય. આ બધા દોષોથી બચવું હોય તો જ્યાં સુધી પુસ્તક વિના ચાલે એવું હોય ત્યાં સુધી ચલાવી લેવું. ગુરુભગવન્ત હાજર હોય તો તેમને સૂત્ર કે અર્થ પૂછી લેવા. જેમ પુસ્તકની જરૂર ઓછી પડે તેમ જીવવા માટે મહેનત કરવાની. જે સૂત્ર કે અર્થ શીખીએ તેને કંઠસ્થ રાખવા માટે પ્રયત્ન કરવો. એક પુસ્તકમાં એક વિષય મળે જ્યારે ગુરુભગવન્ત પાસે તો અનેક પુસ્તકોનું અનેક વિષયોનું જ્ઞાન એકી સાથે મળે. આજે પુસ્તકોના કારણે ગુરુભગવન્તની અપેક્ષા ઘટવા માંડી છે. એક વિષય બરાબર પાકો થાય પછી બીજો વિષય હાથમાં લેવો, જેથી અનેક પુસ્તકની જરૂર ન પડે. એકી સાથે અનેક વિષયો ભણે, બધા જ કાચા હોય એટલે અનેક પુસ્તકોની જરૂર પડે અને એથી જ્યણા ન સચવાય.
* પહેલાંના કાળમાં પૂજાઓ ભણાવાતી અને તેના કારણે કર્મગ્રન્થ વગેરે ગહન વિષયોનું જ્ઞાન સરળભાષામાં મળ્યા કરતું. હવે લોકોને પૂજાઓમાં રસ નથી રહ્યો.
એટલે ચારિત્રવંદનાવલી, શ્રુતવંદનાવલી વગેરે અનેક અનુષ્ઠાનો ગોઠવીને આકર્ષક માહોલ ઊભો કરવામાં આવે છે. જેમાં તત્ત્વના બદલે માત્ર સંગીતના રસમાં લોકોને ઝિલાવવામાં આવે છે. તત્ત્વના નામે અતત્ત્વ લોકોના હૈયા સુધી પહોંચાડવું – એ શાસનપ્રભાવનાનું અંગ નથી.
* જગતને ભૂલીને જાતને યાદ રાખે તે સંયમ પાળી શકે. જગતને યાદ કર્યા કરે અને જાતને ભૂલી જાય તે સંયમ ન પાળી શકે.
૧૭૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only