________________
* ઇચ્છાના કારણે, દોષની કબૂલાત કરતી વખતે ‘પણ’ કહીને વાત કરવી તે માયા છે, સરળતાના ઘરની એ વાત નથી. કોઈ પણ જાતની દલીલ કર્યા વગર સ્વીકારવું તે સરળતા.
* ઈચ્છા એ લોભનો વિકાર છે. ઇચ્છા અને અજ્ઞાન એ બે મોટાં દુ:ખ છે. આથી જ ‘નિર્લોભીપણાથી અને નિર્મોહીપણાશું સુણ કોશ્યા અમે રહીશું'. આ પ્રમાણે શ્રી સ્થૂલભદ્રમહારાજાએ કહ્યું હતું.
* ફળથી નિરપેક્ષપણે સાધના કરે તે ફળ વિલંબે મળવા છતાં સાધના એકાગ્રભાવે કરી શકે છે. જ્યારે ફલની અભિસન્ધિ હોવાથી જે સાધના કરવામાં આવે એ સાધનામાં ભલીવાર ન આવે.
* ધર્મ આપણે ન છૂટકે કરીએ છીએ અને સુખ આપણે ઈચ્છાપૂર્વક ભોગવીએ છીએ. શાસ્ત્રકારો કહે છે કે ધર્મ ઈચ્છાપૂર્વક કરવો છે અને સુખ ન છૂટકે ભોગવવું છે.
* ધર્મ વિશુદ્ધ કોટિનો બનાવવો હશે તો સાતમા ગુણઠાણેથી આઠમે જવું પડશે. માત્ર પુણ્ય જ સારું બાંધવું હશે તો છઠ્ઠા ગુણઠાણા સુધીમાં મજેથી બાંધી શકાશે-આગળ જવાની જરૂર નથી.
* સંસારનું સુખ દુઃખ ટાળીને મળે છે, દુઃખનો અંત લાવીને નહિ. સંસારનું સુખ દુઃખના અનુભવ વગર ભોગવાતું નથી. આવું સુખ ભોગવવું એ આત્માનો સ્વભાવ નથી. સંસારનું સુખ તો કર્મ અને શરીરના યોગે આવેલું છે, એ આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે. દુઃખ ભોગવતાં પણ દુઃખ તેને અનુભવાય છે કે જેને સુખની અપેક્ષા પડેલી હોય. આજે આપણે જે ધર્મ કરીએ છીએ તે દુર્ગતિ ન મળે, સદ્ગતિ મળે માટે કરીએ છીએ, સંસારમાં ન ભટકીએ અને મોક્ષ મળે માટે નથી કરતા. સંસારના સુખની ઈચ્છા જ્યાં સુધી હૈયામાં પડેલી હોય ત્યાં સુધી મોક્ષ જોઈએ છે, એવું કયા મોઢે કહેવાય ? સંસાર છોડવો સહેલો, સંસાર હૈયામાંથી કાઢવો કપરું કામ છે. ધર્મથી દેવલોક મળે એમાં તેને આનંદ થાય કે જેને ધર્મથી મોક્ષ નથી જોઈતો. જેને ધર્મથી મોક્ષ જોઈતો હોય તેને તો સંસારનાં સુખો મળે તોપણ એમ જ લાગે કે જે જોઈતું નથી તે શા માટે મળ્યા કરે છે ? આપણને આવો વિચાર સુખને જોઈને ક્યારે ય આવ્યો છે ? કે સુખની વાત સાંભળવામાત્રથી રાજી થઈ જઈએ ? સંસારથી છૂટવું છે કે દુઃખથી છૂટવું છે ? અને જો સંસારથી છૂટવું હોય તો સૌથી પહેલાં સુખથી છૂટવું પડશે.
૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org