________________
ગુસ્સો ન જાય ને ? વિષયનો ત્યાગ કરવાનું સહેલું છે પણ કષાયનો ત્યાગ કરવાનું અત્યન્ત કપરું છે. તપ કરનારને વિષયની પરિણતિ નડે તો તો તપ કરવાની ના પાડીએ પણ કષાયની પરિણતિ નડે તો તપની ના ન પાડીએ. તપમાં ખાવાની ઈચ્છા થાય તો માઠું લાગે પણ તપમાં ગુસ્સો આવે તો માઠું ન લાગે ને ?
* જે ચારિત્રનું મંડાણ કષાયના અભાવ ઉપર થયેલું છે તે ચારિત્ર લેતી વખતે કષાય ભૂંડા ન લાગે તો શી દશા થાય?
x અત્યારે આપણે કદાચ કષાય ન કરતા હોઈએ તોપણ પૂછવું પડે કે જે જોઈએ છે તે મળી ગયું છે માટે કષાય નથી કરતા કે મળેલું પણ જોઈતું નથી માટે કષાય નથી કરતા? આજે આપણને જેની જેની પ્રત્યે ગુસ્સો આવે છે તેની પ્રત્યે કાંઈકને કાંઈક અપેક્ષા પડેલી છે. આપણે વડીલ છીએ, આપણો વિનય તેમણે જાળવવો જોઈએ-આવી અપેક્ષા હોવાથી અવિનયનો ગુસ્સો આવે છે. અપેક્ષાના કારણે જ મહાદુઃખ છે. ભગવાનના શિષ્ય બનેલા ગોશાળાએ પણ ભગવાનનો વિનય નથી સાચવ્યો તો તમારો-અમારો વિનય કોઈ ન જાળવે-એમાં શી નવાઈ ? અપેક્ષા પૂરી થતી નથી એ જ કષાયનું નિમિત્ત છે. સુખ ગમે તેટલું (વધુ) મળે તોય ઓછું જ લાગવાનું અને દુઃખ ગમે તેટલું ઓછું) હોય તોય વધારે જ લાગવાનું છે. માટે સુખ મળે કે દુઃખ જાય તેની અપેક્ષા નથી રાખવી. સહન કરવું – એ જ ધર્મ છે. ભગવાને જેને એકવાર શીતલેયા મૂકી તેલયાથી બચાવ્યો તે જ ગોશાળાએ ભગવાનને મારી નાખવા માટે તેજલેશ્યા મૂકી છતાં ભગવાને કહ્યું નથી કે – જરા યાદ કર, તને કેવી રીતે બચાવ્યો ને આજે શું કરી રહ્યો છે? !' આટલું દુઃખ તો તમને કોઈએ નથી આપ્યું ને ? તો શા માટે અકળાઈ જાઓ છો ? આપણે માનસન્માનાદિની અપેક્ષા મૂકી દેવી છે. ધર્મ કષાય કાઢવા માટે કરવો છે.
* બંધ ગુણસ્થાનકપ્રત્યયિક હોવો જોઈએ અને નિર્જરા પરિણામપ્રત્યયિક હોવી જોઈએ. એના બદલે આજે નિર્જરા ગુણસ્થાનકપ્રત્યયિક થાય છે અને બંધ પરિણામપ્રત્યયિક ચાલુ છે. કપડું પલળવાથી જે મેલ નીકળે તેવી ગુણસ્થાનકપ્રત્યયિક નિર્જરા છે. ચોળવાથી-મસળવાથી જે મેલ જાય છે તેવી પરિણામપ્રત્યયિક નિર્જરા છે.
* મનને મારવાનો ઉપાય એક જ છે – મનનું ન માનવું છે. જેની વાત માનીએ તે આપણો મિત્ર બને અને જેનું ન માનીએ તે આપણો શત્રુ બન્યા વિના ન રહે. મનને મારવું હશે તો મનને શત્રુ બનાવવું પડશે. અને મનને શત્રુ બનાવવા માટે તેનું કહ્યું માનવાનું બંધ કરવાનું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org