________________
* આજે પોતાને ફાવતી વાત શાસ્ત્રમાં ન મળે તો તેવા વખતે એવું પણ કહેનારા મળી આવે કે – ‘પહેલાં ૮૨ આગમ હતાં અને આજે ૪૫ જ આગમ છે તો એવું ન બને કે જેટલાં આગમ વિચ્છેદ ગયાં તેમાં આવો પાઠ હોય ?' આવી દલીલ કરનારા મળે ને ? એક વાર એક મહાત્માએ આવા જ પ્રકારની દલીલ કરી હતી. એ મહાત્માને કહ્યું કે જેટલાં આગમ વિચ્છેદ ગયાં તેમાં એક પણ વાત એવી ન હોય કે જે વિદ્યમાન આગમની સાથે વિરોધી હોય. જો એક આગમનો બીજા આગમ સાથે વિરોધ આવે તો તેને આગમ કહેવાય જ નહિ. આથી જે વાત વિદ્યમાન આગમ સાથે
જ
વિસંવાદી હોય તે વાત વિચ્છેદ ગયેલાં આગમમાં ન જ હોય. ધર્મ મોક્ષ માટે જ કરાય, સંસારના સુખ માટે નહિ-આવી વાત એક આગમમાં લખી હોય તો બીજા આગમમાં સંસારના સુખ માટે પણ ધર્મ કરાય – એવી વાત આવે જ નહિ... એ મહાત્મા સરળ હતા આથી તેમણે આ વાત માની લીધી અને ભૂલ થઈ ગઈ એમ કબૂલ્યું. જ્યારે આજે તો આવી પણ વાત સમજી શકે નહિ એવા જોઈએ એટલા મળી આવે.
* જેઓ સુખ માટે ધર્મ કરે તેઓ ધર્મ કરતાં આજે નહિ તો કાલે અટકી જવાના. દુ:ખ આવે એટલે તેમનો ધર્મ અટકી જશે. જ્યારે મોક્ષ માટે ધર્મ કરનારા તો પ્રાણ જાય તોપણ ધર્મ ન છોડે. તેવાઓ તો જેમ જેમ દુ:ખ આવે તેમ તેમ રાજી થાય કે-સારું થયું, જે કામ માટે આપણે મહેનત કરી રહ્યા છીએ તે થઈ રહ્યું છે. દુઃખ ભગાડવા માટે નહિ, દુ:ખના નાશ માટે ધર્મ કરવાનો. જેમ દુ:ખ આવે તેમ ધર્મ વધે.
ન
-
* આ દિવસોમાં વીરવિભુની અંતિમ દેશના સાંભળવાની ઈચ્છા ઘણા લોકોની છે, પરંતુ આપણા માટે આ દેશના પહેલી દેશના જેવી છે. કારણ કે વરસોથી ધર્મ કરવા છતાં આપણે એ રીતે ધર્મ કરીએ છીએ કે જાણે આ દેશના ક્યારે ય સાંભળી જ નથી. હવે એટલું નક્કી કરવું છે કે સુખનો રાગ મરી જાય અને દુ:ખ અકળાવે નહિ-એવું સામર્થ્ય કેળવીને આવતા વરસમાં જવું છે. આ વરસ તો આપણું નકામું જ ગયું છે ને ?
* જેને મોક્ષ જોઈતો નથી તેને મોક્ષ માટે શું કરવું એ સમજાવવાનું કામ કપરું છે. જો મોક્ષે જવું છે તો મોક્ષના સ્વરૂપ સામે નથી જોવું; ભગવાનના વચન સામે જોવું છે, આપણી ઈચ્છા સામે નથી જોવું, ભગવાનની આજ્ઞા સામે જોવું છે. સંસારનું કે મોક્ષનું સ્વરૂપ ન સમજાય તોપણ ભગવાન કહે છે માટે કરી લેવું છે. રોગનું સ્વરૂપ સમજાય તો દવા લો કે ડોક્ટર નિદાન કરે તે માનીને દવા લઈ લો ? ખુદ ભગવાને પણ મોક્ષ જોઈને મોક્ષને નથી માન્યો. કેવળજ્ઞાન પામીને મોક્ષ જોયો હતો. શ્રુતજ્ઞાનથી જાણીને મોક્ષ માનીને જ ભગવાન ભગવાન થયા. મોક્ષ જોઈને વિશ્વાસ ન’તો કેળવ્યો,
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૧૬૯
www.jainelibrary.org