________________
સાથે વાત કરવામાં મનની સલીનતા અને વચનની સંલીનતા શક્ય છે તેમ ધર્મમાં શક્ય બનાવી શકાય ને ?
* શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ સમ્યગ્દર્શનગુણની પ્રાપ્તિ માટે જે શ્રધેય પદાર્થો છે તેની શ્રદ્ધા કેળવવા માટે શું કરવું જોઈએ તે જણાવવા માટે શ્રધેય પદાર્થનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. જે પદાર્થ ભગવાને હેય તરીકે જણાવ્યા છે તેને હેય તરીકે માનવા, ઉપાદેયને ઉપાદેય તરીકે માનવા તેનું નામ શ્રદ્ધા. હેયને પણ જરૂર પડ્યું ઉપાદેય માને તે શ્રદ્ધા નથી. જેઓ દ્રવ્યક્ષેત્રકાળભાવના નામે આજ્ઞામાં બાંધછોડ કર્યા કરે તે તેમની શ્રદ્ધાની ઊણપને સૂચવે છે. ધર્મ કરવા માટે આજ્ઞામાં બાંધછોડ નથી કરવી, આજ્ઞાને અનુકૂળ બનવા પ્રયત્ન કરવો છે. નિર્જરા માટે સાધન-સંયોગોને શોધ્યા કરે તે સાધના ન કરી શકે. જે સાધન મળે તેમાંથી નિર્જરા પેદા કરે તેને સાધક કહેવાય. મળેલ સાધનને સાધનામાર્ગમાં જોડે તે જ નિર્જરા સાધી શકે. પોતાને જે સામગ્રી મળી હોય તેનો ઉપયોગ કરી જાણે તે સાધક બની શકે. ધંધો કરવો પડે એવું છે તો અનીતિ કરવી નથી : આટલું નક્કી કરીએ તો નિર્જરા શરૂ. રસોઈ કરવી છે પણ જયણા સાચવવી છે - આવો વિચાર આવે તો નિર્જરા શરૂ. આ નિર્જરા માટે જ તપધર્મ બતાવ્યો છે. પાપ ન કરવા માત્રથી મોક્ષ નથી થતો, પાપનો ફેંસલો કરવાથી મોક્ષે જવાય. તમારી ભાષામાં કહીએ તો વર્તમાનમાં દેવું નથી કરતા, રોકડિયો ધંધો જ કરીએ તોપણ ભૂતકાળનું દેવું ચૂકવાય નહિ ત્યાં સુધી ઊંચા ન અવાય ને?
* અત્યારે જે પૈસો મળ્યો છે, જે શરીરનું સામર્થ્ય મળ્યું છે, જે મન અને વચનનું સામર્થ્ય મળ્યું છે તેનો ઉપયોગ નિર્જરા માટે કરી લેવો છે. તે માટે અભ્યન્તર તપ બતાવ્યો છે. આશ્રવના સ્થાનને પણ સંવરમાં ફેરવી નાંખે એવું સામર્થ્ય આ અભ્યન્તર તપમાં છે. અને સંવરને આશ્રવ બનાવનાર આ અભ્યન્તર તપનો અભાવ છે. જેઓ સુખ મેળવવા માટે અને દુઃખ ટાળવા માટે જ ધર્મ કરે તેઓ સંવરને આશ્રવ બનાવ્યા વગર નહિ રહે. આશ્રવ ગમે છે તેનું કારણ જ એ છે કે આશ્રવ સુખ આપે છે અને દુઃખ ટાળી આપે છે. જેને સુખ જોઈતું નથી અને દુઃખ ભોગવી લેવું છે તેને આશ્રવની જરૂર જ નથી. આશ્રવને પણ સંવર બનાવવાનું સામર્થ્ય આ અભ્યન્તરતપમાં છે. ગૃહસ્થપણામાં પણ થોડો સમયનો ભોગ આપી આ અભ્યન્તરત૫ કેળવી લઈએ તો આશ્રવને સંવર બનાવી શકાશે. આ વાત ગૃહસ્થપણામાં રહેવા માટે નથી, ઘરમાંથી નીકળાય નહિ ત્યાં સુધી એ રીતે રહેવું છે કે જેથી સાધુપણામાં ગયા પછી કામ વધે નહિ, ઓછું થઈ જાય-એ માટે વાત છે. પાપની પ્રવૃત્તિ પણ ખરાબ અનુબંધ કરાવે
૧૭ર
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org