________________
* કર્મ જવા જોઈએ-એવી ઈચ્છાપૂર્વક જે નિર્જરા થાય તે પુરુષાર્થપ્રત્યયિક કે પરિણામપ્રત્યયિક નિર્જરા કહેવાય. કર્મ એની મેળે જાય તો સારું-આ ગુણસ્થાનકપ્રત્યયિક નિર્જરા. કપડાં પહેરીએ ત્યારથી મેલાં થવાની શરૂઆત થાય-તેનું નામ ગુણસ્થાનકપ્રત્યયિક બંધ અને ધૂળમાં આળોટીને મેલાં કરવાં તે કષાયપ્રત્યયિક બંધ.
* સમ્યક્ત્વ પામવા માટે જાતિસ્મરણજ્ઞાનની જરૂર નથી. માત્ર શ્રુતજ્ઞાન પણ બસ છે. જાતિસ્મરણજ્ઞાન બહુ બહુ તો પૂર્વના અમુક ભવો બતાવશે જ્યારે શ્રુતજ્ઞાનથી તો ચારે ગતિના ભવો નજર સામે આવે છે. ડોક્ટરો જેટલા રોગની દવા કરે તે બધા અનુભવીને કરે કે શાસ્ત્રના આધારે કરે ? આ અપેક્ષાએ અનુભવ કરતાં શાસ્ત્રજ્ઞાન ચઢિયાતું છે.
* ક્ષમામાં બીજાના દોષો સહન કરવાની વાત છે જ્યારે મૃદુતામાં પોતાના દોષો સાંભળવાની ક્ષમતા સમાય. પોતાના અપરાધ કોઈ બતાવે તો ન ગમે, તે મૃદુતા ન પામી શકે. ક્ષમાના કારણે બીજાએ આચરેલા દોષો સહી શકાય છે અને મૃદુતાના કારણે પોતાના દોષો કોઈ જણાવે તો તે સ્વીકારી શકાય છે. આપણે કો’કના વડીલ છીએ આ ભાવ કાઢીને આપણે ભગવાનના સેવક છીએ : આવો ભાવ લાવીએ તો સ્તબ્ધતા જતી રહે.
* મૃદુતા એટલે સ્તબ્ધપણાનો અભાવ. સરળતા એટલે કુટિલતાનો અભાવ. કુટિલતા એટલે માયા, સફાઈબંધ આંટીઘૂંટી.
* ક્રોધ શત્રુ પ્રત્યે આવે, માન પરિચિત પાસેથી જોઈએ, માયા મિત્રોને વિશે કરાતી હોય છે. ક્રોધ અને માન કાયમ નથી હોતા જ્યારે માયા તો ચોવીસ કલાક ચાલ્યા કરે એવું બને ને ?
* આ સંસારનાં સુખો આત્માનાં નથી, કર્મનાં આપેલાં છે. છતાં તેને પોતાનાં માની તેની ઈચ્છા કરવી એ કારમું અજ્ઞાન છે.
* મુક્તિનો અર્થ અહીં નિર્લોભતા કર્યો છે. કારણ કે અહીં ધર્મની વાત ચાલુ છે, ધર્મના ફળની નહિ. ધર્મના ફળની વાત કરીશું ત્યારે મુક્તિનો અર્થ મોક્ષ કરીશું. અહીં ધર્મ તરીકે મુક્તિ જણાવી છે. યતિધર્મ એ મુક્તિનું સાધન છે. જો ધર્મ તરીકે બતાવેલ મુક્તિનો અર્થ મોક્ષ કરીએ તો સાધન અને સાધ્ય એક બને અને જો બંન્ને એક બને તો આરાધવું શું ને મેળવવું શું ? આથી તે બંન્નેને જુદા પાડવા માટે મુક્તિનો પ્રસિદ્ધ એવો મોક્ષ (કર્મથી છૂટકારો) અર્થ ન કરતાં અપ્રસિદ્ધ એવો નિર્લોભતા અર્થ કર્યો છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૧૬૭
' www.jainelibrary.org