________________
* દેવતત્વ ઊંચામાં ઊંચુ જોઈએ, ગુરુતત્ત્વ ઊંચામાં ઊંચું જોઈએ, જ્યારે ધર્મતત્ત્વ નીચામાં નીચું પણ ચાલે છે ને ? ધર્મ અવિધિવાળો પણ ચાલે, પુણ્ય બંધાવી આપે એવો પણ ચાલે ને? મોક્ષ માટે ધર્મ કરવો છે એવું નક્કી થાય તો શુદ્ધધર્મની જરૂર પડે.
* આજે મનમાં પાપનો ભય નથી, છાતી મજબૂત છે અને હાથ-પગમાં જોર છે એટલે મરજી મુજબ ચાલવાનું કામ કરીએ છીએ. એક વાર આ જોર ઘટી જાય તો બધાં પાપનાં ફળ નજર સામે દેખાયા કરે.
* ઈચ્છા મુજબ જીવવામાં સમાધિ નથી, આજ્ઞા પાળવામાં સમાધિ છે.
* સાધુપણામાં દુઃખ ભોગવવા આવ્યા છીએ, સુખ ભોગવવા નહિ-આટલું સમજીને આવે તેને મોટી ઉંમરે પણ દીક્ષા અપાય. ગમે તેટલું દુઃખ આવે તો પણ મોટું ખોલે નહિ, આંખમાં પાણી લાવે નહિ અને ગુરુભગવન્ત પ્રત્યે બહુમાનભાવ જાળવી રાખે તો તેવાને સાધુપણામાં મજેથી નભાવાય.
* મોક્ષના સુખની અનુભૂતિ આપણને નથી-એવું કોઈ કહેતું હોય તો તે બરાબર નથી. કારણ કે આપણે જે થોડુંઘણું સુખ અનુભવીએ છીએ તે આ મોક્ષના સુખનો જ અંશ છે. આપણે વર્તમાનમાં સુખી છીએ તે ભોગવવાના કારણે નહિ, બીજું નથી જોઈતું એના કારણે સુખી છીએ. જે અધિકની ઈચ્છા થયા કરે તો મળેલું શાંતિથી નહિ ભોગવી શકાય. આજે આપણા કરતાં અધિક સંપત્તિવાળા અશાંતિમાં મરે છે અને આપણે અલ્પ સંપત્તિમાં પણ શાંતિથી જીવીએ છીએ – આ બધો જૈન કુળનો જ પ્રભાવ છે ને ? અત્યારે જે નથી મળ્યું તેની ઈચ્છા મૂકી દેવાથી જો આટલા સુખી-શાંત છીએ, તો જે મળ્યું છે એની પણ ઈચ્છા મૂકી દઈએ તો પરમશાંતિ મળે ને? પાંચે ઇન્દ્રિયોના વિષયો પાપથી મળે છે, પાપથી ભોગવાય છે અને પાપનું કારણ છે માટે આ પાપ લઈને નથી જવું, મૂકીને જવું છે.
* ન્યાયથી પ્રાપ્ત કરેલ, પ્રાસુક (અચિત્ત) અને એષણીય (૪ર દોષથી રહિતકધ્ય) એવા અશનાદિ તથા વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય વગેરેનું, અતિથિ એવા સાધુભગવન્તને દેશ, કાલને ઉચિત શ્રદ્ધા, સત્કાર, સન્માનપૂર્વક આત્માના એકમાત્ર અનુગ્રહની બુદ્ધિથી દાન કરવું તેનું નામ અતિથિસંવિભાગ. જેઓ પર્વ કે અપર્વતિથિના ભેદ વિના નિત્ય આરાધના કરનારા છે તેવા સાધુભગવન્તો અતિથિ છે, શેષને અભ્યાગત (મહેમાન) કહેવાય છે.
૧૬૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org