________________
સ, એમાં શાસનસેવાનો લાભ મળે એવી પણ ભાવના હોય ને?
શાસનસેવા કરવા પહેલાં શાસનની આરાધના કરવાની જરૂર છે. શાસનસેવા કરવાની ભાવના હોય તે શાસનસેવા લેવા તૈયાર ન હોય ને? આજે નક્કી કરવું છે કે શાસનના નામે જે પુણ્ય મળે તે ભોગવવું નથી. શાસનસેવા કરવા તૈયાર થયેલો પોતે ઘસારો વેઠે પણ શાસનને ઘસારો પડવા ન દે. જે શાસનને ઘસારો પહોંચાડે તે તો શાસનને ફોલી ખાય. આજે અમે સાધુપણામાં અનુકૂળતા કેટલી ભોગવીએ છીએ અને એનું વળતર કેટલું આપીએ છીએ? સમુદાયમાં રહેનારાં સાધુસાધ્વી સમુદાયની અનુકૂળતા ભોગવે કેટલી અને સમુદાયને અનુકૂળતા આપે કેટલી ? અડધો કલાક કે કલાકની ભક્તિ કરવાની અને એના બદલામાં ત્રેવીસ કલાક દરેક પ્રકારની અનુકૂળતા ભોગવવા તૈયાર ! સમુદાય માટે જેને ભોગ આપવો ન હોય તેને સમુદાયની અનુકૂળતા લેવાનો અધિકાર નથી. દિવસમાં એક વાર ગોચરી જઈ આવે એટલામાત્રથી ભક્તિ થઈ નથી જતી. સમુદાય માટે ઘસાવાની તૈયારી ન હોય તેને સમુદાયની અનુકૂળતા લેવાનો અધિકાર નથી.
* સામાયિકમાં કોઈ આપણી વસ્તુ ચોરી જતું હોય તોપણ બોલાય નહિ. શ્રાવક તો પૂજાની સામગ્રી ચોરાઈ જાય તો ય ફરિયાદ ન નોંધાવે.
સ. ચોરાઈ જાય છતાં ધ્યાન ન રાખે તો બેદરકારી કહેવાય ને ?
આને બેદરકારી ન કહેવાય. છોડવા જ બેઠા હતા તો ભલે ગયું. સંસારનાં સુખો બેદરકારીથી ભોગવવાં છે, ધર્મ બેદરકારીથી નથી કરવો. આમે ય તમારી પૂજાની સામગ્રી બે નંબરના પૈસામાંથી જ લાવેલી હોય ને ? તે ચોરાય એમાં નવાઈ શી ?
સ. સામાયિકમાં આગાર ન હોય ?
બે ઘડીની પ્રતિજ્ઞા માટે શું આગાર આપે ? છતાં આગ વગેરે લાગે તો જવાની છૂટ. આગમાં બળી મરવાનું સત્ત્વ ન હોય, સમાધિ જળવાતી ન હોય, તો આગારનો ઉપયોગ કરવો. આગાર વ્રતનો ભંગ કરવા માટે નથી, સેવાઈ જાય તોપણ વ્રત ખંડિત ન થાય તે માટે છે.
* “સુખ ક્યાંથી મળશે ?' આ વિચારણા અસમાધિનું ઘર છે. સુખ જોઈતું નથી – એનું નામ સમાધિ. સુખને શોધવાની વૃત્તિ એ પણ એક પ્રકારનું ભિખારીપણું છે. આવા ભિખારી બનવું નથી. સુખ જતું હોય તો ભલે જતું, એને શોધવા નથી નીકળવું.
૧૬૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org