________________
* મૃષા ઉપદેશ એટલે પાપને વધારનારી સલાહ આપવી, ખોટી સલાહ આપવી. આ પાપથી બચવું હોય તો નક્કી રાખવું કે કોઈને વણમાગી સલાહ આપવી નહિ, માગ્યા પછી પણ સલાહ આપવાનું ટાળવું અને આપવાની ફરજ પડે તો ખોટી સલાહ ન આપવી-આટલું બને ને ?
* અનર્થદંડના પાપથી બચે તેને સામાયિક કરવાનો સમય મળે. બાકી તો વિકથાદિમાં જ સમય પસાર થાય. આજે તકલીફ એ છે કે સામાયિક કર્યા પછી પણ અનર્થદંડ કરવાની તૈયારી છે. સામાયિકમાં પણ વિકથા ચાલે ને? અહીં સામાયિકની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે મનની અને ઈન્દ્રિયની સમાધિ જેની પાસે હોય તેની, સાવદ્યયોગની મનથી વચનથી કાયાથી ન કરવા અને ન કરાવવાની પ્રતિજ્ઞાપૂર્વકની જે બે ઘડી સુધીની હર્ષ-શોક, નિંદા-પ્રશંસા, સુખ-દુઃખ વગેરે ભાવોમાં સમભાવની સ્થિતિ તેને સામાયિક કહેવાય. ઈન્દ્રિય અને મનને સુખ મળે તે સમાધિ નહિ. સુખની ઈચ્છા નહિ અને દુઃખની અનિચ્છા નહિ તેનું નામ સમાધિ. દુઃખ ટળે અને સુખ મળે તેથી જે ર્તિ આવે તે બનાવટી છે. સુખ નથી જોઈતું અને દુઃખ ભલે આવતું-એવી ભાવનાથી ચિત્ત પ્રસન્ન બને છે. ઇન્દ્રિય અને મનને સુખ જોઈતું નથી એનું જ નામ સમાધિ. ઈન્દ્રિયના વિષયો અને મનનું સુખ મળે તે સમાધિ નહિ.
* આજે સામાયિકમંડળ ચલાવે, તેમાં નિયમિત ન આવે તેને દંડ ભરવાનો કહે... આ બધી પ્રવૃત્તિ ગેરવ્યાજબી છે. કોઈને ધર્મ ન કર્યાનો દંડ કરવાનો અધિકાર આપણને નથી. આપણે ત્યાં આલોચના લેવાની વિધિમાં પણ જણાવ્યું છે કે-જે સામેથી આલોચના માગે તેને અપાય. જે તમારી આજ્ઞા ન માને તેને તમે દંડ કરો છો પણ તમે ભગવાનની આજ્ઞા ન માનો તેનો દંડ કોઈએ કર્યો છે?
* ગુરુની નિશ્રામાં પ્રતિક્રમણ કરવું એટલે ગુરુની નજર આપણા પર પડે તે રીતે બેસવું.
* ઈન્દ્રિય અને મનની સમાધિ રાખવી અને માન-અપમાનાદિ ઠંદ્રમાં સમભાવ રાખવો-એ કપરું છે એમ માનીને વર્તમાનમાં આપણે એક જ સમભાવ રાખ્યો છે કે સુખ ભોગવ્યા કરવું અને રાગ નથી એમ કહેવું!.. ખરું ને?
* આજે આપણને ધર્મ ગમે છે ખરો પણ કેવળીભગવતે કહેલો ધર્મ આપણને ગમતો નથી. આપણને ફાવે એવો ધર્મ ગમે છે પરંતુ કેવળીભગવન્ત કહેલો ધર્મ આપણી ઈચ્છાને બાધા કરે એવો હોવાથી આપણને ફાવે એવો નથી માટે ગમતો નથી.
૧૫૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org