________________
* આજે બધાને ધર્મી કહેવડાવવું ગમે છે પણ ધર્મી થવું નથી ગમતું. આપણે સારા હોઈએ – એ સારું કે સારા કહેવડાવીએ – એ સારું ? નીરોગી હોવું સારું કે નીરોગી કહેવાઈએ-એ સારું ?
* ભૂતકાળના પુણ્યથી જે મળ્યું હોય તેને ભોગવવું નથી, જતું કરવું છે, વર્તમાનમાં પુણ્યનો ભોગવટો નથી જોઈતો અને ભવિષ્યમાં પુણ્યની કોઈ પણ જાતની અપેક્ષા નથી રાખવી-એનું જ નામ સમાધિ. ઇન્દ્રિય અને મનને જે જોઈએ છે તે બે ઘડી માટે નથી આપવું. આટલું બને તો સામાયિક કરવાનું ફાવે. અનુકૂળતા આપનારી સામગ્રી નથી લેવી. સર્દી થઈ ગઈ હોય તો હવા ન આવે એવા સ્થાને બેસનારા સામાયિક કરતી વખતે એવો પ્રયત્ન કરે ખરા ? જે મળ્યું છે તે છોડી દેવું છે, વર્તમાનમાં ભોગવવું નથી અને ભવિષ્યની અભિલાષા કરવી નથી – આ જ ઇન્દ્રિય અને મનની સમાધિ છે. આ રીતે એક પણ સામાયિક કરવાની તૈયારી ન હોય તો આગળનાં ત્રણ વ્રત નહિ પાળી શકાય. કારણ કે આગળનાં વ્રતમાં તો દસ, પંદર કે ત્રીસ સામાયિક કરવાની વાત આવે છે.
* આરાધનાની રતિ ઈચ્છાના ઘરની ન હોવી જોઈએ, આજ્ઞાના ઘરની હોવી જોઈએ. જ્યાં સુધી એ રતિ ન મળે ત્યાં સુધી આજ્ઞાના પાલનમાં થતી અરતિ નભાવીશું પણ ઈચ્છા મુજબ કર્યાની રતિ નથી જોઈતી. ડ્રેસિંગ કરતી વખતે રસીના ફુવારા ઊઠે અને અસહ્ય પીડા થાય તો ચાલે પણ આપણી ઈચ્છા મુજબનું પીડા વિનાનું ડ્રેસિંગ નથી કરવું - એ સમજાય ને ? તેમ ભગવાનની આજ્ઞા પાળતી વખતે થોડું-ઘણું આર્તધ્યાન થાય, અરતિ થાય તો ભલે થતી, પણ ઈચ્છા મુજબના વર્તનની રતિ નથી જોઈતી.
* આપણે ધર્મ સારી રીતે કરવા તો મહેનત કરીએ જ છીએ, સારો ધર્મ કરવા માટે મહેનત હવે કરવી છે. ધર્મ સારો તો થાય છે પણ સારો ધર્મ નથી થતો. “સારો’ આ ધર્મનું વિશેષણ બનવું જોઈએ, ક્રિયાવિશેષણ નહિ. સારો ધર્મ એટલે આજ્ઞા મુજબનો ધર્મ અને સારી રીતે એટલે આપણને ફાવે એ રીતે ધર્મ કરવો. સારી રીતે કરવા મહેનત કરવી એટલે બાહ્ય સંયોગો અનુકૂળ બનાવી–મેળવીને કરવું. જ્યારે સારો ધર્મ કરવો એટલે ભગવાનની આજ્ઞા મુજબ સુખ ટાળીને, દુઃખ વેઠીને ધર્મ કરવો.
* આજે આપણને સુખ આપે એવો ધર્મ ગમે છે કે સુખ છોડાવે એવો ધર્મ ગમે છે? આજે ભૂતકાળનું પુણ્ય પાંસરું છે એટલે ધર્મ કરવાનું ફાવે છે. એક વાર પુણ્ય પૂરું થાય પછી કેવો ધર્મ થાય છે – એ જોઈએ તો ખબર પડે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org