________________
અરિહંતે સરણે પવન્જામિ, સિધે સરણે પવન્જામિ, સાહૂ સરણે પવન્જામિ કીધા પછી ધમ્મ મરણ પવામિ ન કહેતાં, કેવલિપણાં ધમ્મ મરણ પવામિ કહ્યુંએનું કારણ સમજાય છે ? બૌદ્ધોએ બુદ્ધ સરણં ગચ્છામિ કીધા પછી ધમ્મ મરણ ગચ્છામિ કીધું હતું. આપણે એવું નથી કહેતા કારણ કે ગમે તેવો ધર્મ આપણને તારનારો નથી, કેવળીભગવત્તે ફરમાવેલો ધર્મ જ સંસારથી તારનારો છે. આપણી ઈચ્છા મુજબનું સામાયિક કરવું આપણને ગમે છે પરંતુ કેવળીભગવતે ફરમાવેલું સામાયિક આપણને ફાવે એવું નથી ને? ઈન્દ્રિયો અને મનનું સમાધાન કરવાનું ફાવે ખરું ? ઈન્દ્રિયો અને મનને જે જોઈએ તે આપવું તેનું નામ સમાધાન નથી. ઈન્દ્રિયો-મનને જે જોઈએ તે ન આપીએ અને ઈચ્છા ન થાય, મરી જાય એ રીતે જીવવું તેનું નામ સમાધિ. ઈચ્છાઓ પૂરી કરવામાં સમાધિ નથી, ઈચ્છાઓનો અંત લાવવા માટે પ્રયત્ન કરવો તેનું નામ સમાધિ. ઈન્દ્રિયો અને મનને સુખ જ ગમવાનું છે પરંતુ આપણે એ સુખ આપવું નથી, દુઃખ જ આપવું છે. દુઃખ તો ભોગવ્યા વગર ચાલવાનું નથી. નરકાદિ ગતિમાં દુઃખ કાંઈ ઓછું વેક્યું છે? ત્યાંના કરતાં તો અહીં ધર્મ માટે જે દુઃખ વેઠવાનું છે – એ તો કોઈ જ વિસાતમાં નથી. અહીંની પીડા મામૂલી, વધુ હોય તો પણ કાળ અલ્પ, અને તેમાં પાછા ટાળવાના ઉપાય જોઈએ એટલા વિદ્યમાન છે, છતાં રોગાદિની પીડામાં આર્તધ્યાન થાય ને ? જ્યારે નરકાદિ ગતિમાં પીડા પાર વગરની, કાળ અસંખ્યાત વરસોનો અને કોઈ પણ જાતનો પ્રતિકાર વિદ્યમાન ન હોય : આવું દુઃખ વેઠીને આવવા છતાં અહીં આટલાં દુઃખમાં કેમ અકળાઈ જઈએ છીએ ? ઈન્દ્રિયો જે માગે તે નથી આપવું : આટલું બને ને ?
સ. ઈન્દ્રિયોને સુખ ન આપવું તો આપવું શું?
શ્રવણેન્દ્રિયને જિનવાણી આપવી, ચક્ષુને ભગવાન ને આગમનાં દર્શન કરાવવાં, જીભ અને નાકને અંતરાંત ભિક્ષા આપવી, સ્પર્શનેન્દ્રિયને સંથારો આપવો-આ વિષયો આપીએ તો વાંધો ન આવે ને ? ઈન્દ્રિયોને જોઈએ એ આપવું હોય તો તે આપણા હાથની વાત જ નથી. કારણ કે ઈચ્છાઓ પાર વગરની છે, તેના પર કાબૂ રખાય એવો નથી. આથી ઈચ્છાઓ પૂરી નથી કરવી. જે જોઈએ તે આપીએ તો ઈચ્છાઓ વધ્યા જ કરવાની. તમારે ત્યાં જ નહિ, અમારે ત્યાં પણ વધ્યા કરે. ગૃહસ્થપણામાં નેતાપદ મૂકીને સાધુપણામાં આવેલાને આગળ આવવાનું મન થાય ને? પહેલાં ટુકડીમાં નેતા થવું છે, પછી ગ્રુપમાં, પછી ગચ્છમાં અને પછી સંઘમાં પણ નેતા થવાય તો થવાની ઈચ્છા છે ને?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org