________________
માટે ? વધુ મેળવવાની ઈચ્છા હોય તેણે છોડ્યું કહેવાય ? ધનનો રાગ છે કે ધનની લાલચ છે? રાગ વર્તમાન વસ્તુ ઉપર હોય, લાલચ ભવિષ્ય સંબંધી વસ્તુની હોય.
* તીર્થંકરભગવતોનું ચૈત્યવંદન સાત વાર કરે તેનું સમ્યગ્દર્શન કેટલું નિર્મળ હોય? સાતે ધાતુમાં ભગવાન પ્રત્યેનું બહુમાન વણાઈ ગયું હોય ત્યારે જ આ રીતે સાત વાર ચૈત્યવંદન કરવાનું શક્ય બને ને ? શ્રાવકો ત્રણ વાર દેરાસરમાં ચૈત્યવંદન કરનારા હોય, તેમ જ ભોજનનાં પહેલાં-પછી એમ બે તથા પ્રતિક્રમણનાં બે એમ પાંચ કે સાત ચૈત્યવંદન કરનારા પણ હોય. જ્યારે સાધુભગવન્તો સાત ચૈત્યવંદન કરનારા હોય છે.
* પહેલી ચાર દષ્ટિમાં તત્ત્વનો નિર્ણય હોય પણ વ્યક્તિનો નિર્ણય ન હોય. દેવ તો અઢાર દોષથી રહિત જ હોય, ગુરુ તો નિષ્પરિગ્રહી જ હોય અને ધર્મ તો ભવનિસ્તારક જ હોય એવા તત્ત્વનો તો નિર્ણય હોય છે. પરંતુ આવું તત્ત્વકઈ વ્યક્તિમાં છે એનું વાસ્તવિક જ્ઞાન ન હોય. સોનું કેવું હોય એ ખબર હોય છતાં આ સોનું છે કે નહિ: એવી ખબર ન પડે – એવું ય બને ને ? તેમ અહીં બને. તત્ત્વને હાનિ પહોંચે એવો વ્યક્તિનો પરિચય કામ ન લાગે.
* સાચું સમજવા માગે તેને સમ્યકત્વ મળે, જે સમજાયું છે તે જ સાચું માને તેનું મિથ્યાત્વ ન હલે.
* દસ ત્રિકના નિરૂપણ પછી અહીં દેરાસર સંબંધી દસ આશાતનાનું વર્ણન કર્યું છે. તીર્થંકર પરમાત્માની ભક્તિ ઓછી થાય એનો વાંધો નહીં પણ આશાતના તો થોડી પણ ન થવી જોઈએ. આજે તમને કે અમને આશાતનાનો જે ડર છે તે પાપ લાગશે માટે, સંસારમાં રખડવું પડશે માટે કે આપણું ધનોત-પનોત નીકળી જશે માટે ? જ્યાં સુધી દુઃખના ભયથી આશાતના ટાળવાનું કામ ચાલુ હશે ત્યાં સુધી આશાતના ચાલુ જ છે એમ સમજવું. દુઃખના ભયથી જેઓ આશાતના ટાળે છે તેઓ ધર્મને અધર્મ બનાવ્યા વિના નહીં રહે. દુઃખ આપણા પાપથી આવે છે એમ ન માનતાં માત્ર નિમિત્તને માનીને ચાલે અર્થાત્ બાહ્ય નિમિત્તને દુઃખ આપનાર માને એવા લોકો ભગવાનની આશાતના ટાળી નહીં શકે. પ્રતિક્રમણમાં છીંક આવે તો દુઃખ થાય કે કાઉસ્સગ્ગ બરાબર ન થયો તો દુઃખ થાય ? આના ઉપરથી આશાતનાના ડરનું માપ નીકળે ને? ભગવાનનો ધર્મ દુઃખ ટાળવા માટે નથી, દુઃખ ભોગવવા માટે છે એવું જે દિવસે લાગશે એ દિવસે આપણે આશાતનાના પાપથી બચી શકીશું.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org