________________
અનર્થદંડથી વિરામ પામવાનું જણાવ્યું છે. અનર્થદંડ માત્ર મનને જ સુખ આપે છે અને મનનું જ દુઃખ ટાળે છે એના કારણે શરીરને કોઈ ફરક નથી પડતો, શરીરને અનર્થદંડથી કોઈ જ ફાયદો નથી. સાધુપણામાં જે અપવાદ અપાય છે તે પ્રાય: શરીરના દુઃખને ટાળવા અને શરીરના સુખ માટે અપાય છે, મનના સુખ માટે નહિ. શરીરને સુધા સહન ન થાય તો વાપરવાનું કહ્યું પણ વાપરવાનું મન થાય તો વાપરવાનું નથી કહ્યું, એ ઈચ્છાનો તો નિરોધ કરવાનું કહ્યું. મનને સુખ મળે તે માટે આજ સુધી કેટલાં પાપ કર્યો છે? અને મનનું દુઃખ ટાળવા માટે કેટલા અનાચાર સેવ્યા છે? એ કહી શકાય એવું નથી.
* ભોગોપભોગવિરમણ વ્રત શરીરના સુખનો સંકોચ કરે છે. ભોગ અને ઉપભોગ શરીરને સુખ આપે છે અને અનર્થદંડ મનને સુખ આપે છે. અમે નાના હતા ને ચાર આનાની ટિકિટ લઈને સિનેમા જોવા જતા ત્યારે અમારા વડીલોને ખબર પડે તો તેઓ કહેતા કે આટલા પૈસામાં ચણામમરા ખાધા હોત તો ય પેટ ભરાઈ જાત. દિપરિમાણવ્રત ક્ષેત્રના સંકોચ માટે છે, ભોગપભોગવિરમણવ્રત દ્રવ્યના સંકોચ માટે છે અને અનર્થદંડવિરમણવ્રત ભાવના સંકોચ માટે છે. ભાવ એ મનનો વિષય છે. એ મનને કાબૂમાં લાવવા માટે અનર્થદંડથી વિરામ પામવાનું કહ્યું છે. સાધુપણામાં પણ આ જ જરૂરી છે. માત્ર શરીર કેળવ્યાથી નિસ્તાર નહિ થાય, મનને કેળવવું જ પડશે. ગમે તેવા તપસ્વી હોય કે ગમે તેવા જ્ઞાની હોય પણ તે જો મનની માવજત ન કરે તો તેના જ્ઞાન ને તપ નકામાં જ જવાનાં.
* અપધ્યાન, હિંસપ્રદાન, પ્રમાદાચરણ અને પાપોપદેશ : આ ચાર પ્રકારના અનર્થદંડ છે. સ્વાધ્યાય ન કરવાના કારણે વિકથા વગેરે કરવાથી પાપોપદેશ લાગે છે. અપ્રમત્તપણે ન જીવવાના કારણે પ્રમાદાચરણ સેવાય છે. અહિંસાધર્મની ઉપાદેયતા સમજાઈ નથી માટે હિંસપ્રદાન લાગે છે અને ધર્મશુક્લ ધ્યાન ધરવાનો પ્રયત્ન કરતા ન હોવાથી આર્તરૌદ્રધ્યાન ચાલુ છે.
* આર્ત-રૌદ્ર એમ બે પ્રકારનાં અપધ્યાનમાંથી આર્તધ્યાન ચાર પ્રકારનું છે. ઈષ્ટસંયોગચિંતા, અનિષ્ટવિયોગચિંતા, રોગચિંતા અને નિયાણું. જે ગમે છે તેના સંયોગની ચિંતા રાતદિવસ ચાલુ છે ને ? ચિંતા કરવાથી વસ્તુ મળે કે પુણ્ય હોય તો મળે? ઈચ્છાને કાર્યરત બનાવવી તેનું નામ ચિંતા. જાગેલા મનોરથ પૂરા કરવા દોડાદોડ કરવી તેનું નામ ચિંતા. આવી ચિંતા કરીને કશું મળતું નથી. એના કરતાં જ્ઞાનીએ દીઠું હશે તે થશે-એમ સમજીને ચિંતા મૂકી દઈએ તો આર્તધ્યાનથી બચાય. આમેય મોક્ષની
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org