________________
* મોક્ષ મળતો નથી – આ સમ્યકત્વનો પરિણામ છે જ્યારે મોક્ષ જોઈતો નથી : આ મિથ્યાત્વનો પરિણામ છે.
* દીક્ષા લીધા પછી ગુરુભગવન્તને મનવચનકાયા સોંપી દઈએ તો કુદરતી રીતે ઈચ્છાનિરોધ થઈ જાય. ગુરુ જે ના પાડે તે વિચારવું નથી, ગુરુ ના પાડે તે બોલવું નથી, ગુરુ ના પાડે તે કરવું નથી. ભગવાને જે માર્ગ બતાવ્યો છે તે એટલો સરળ છે, છતાં આપણે તેને ગહન બનાવી દીધો છે. ઈચ્છા મુજબ જીવવાની વૃત્તિએ આજે સાધનાને કઠિન બનાવી દીધી છે.
* ક્ષેત્રનો વિસ્તાર જેટલો ટૂંકો તેટલું પાપથી બચાય. આથી જ સાધુભગવાને સ્ત્રી, પશુ વગેરેથી રહિત એવી વસતિ બતાવી છે. કારણ કે ક્ષેત્ર પાપમાં સહાય કરનારું ન જોઈએ. તે જ રીતે દ્રવ્ય પણ પાપમાં સહાય ન કરે તેવાં જોઈએ છે. ખાવા માટે પણ પાપ નથી કરવું તો ખાવાનાં સાધન ભેગાં કરવામાં પણ પાપ નથી જ કરવું – એટલું નક્કી ને ? જે ખાવા માટે પાપ ન કરે તે કમાવા માટે તો પાપ ન જ કરે ને ?
* જેના કારણે આપણા પરિણામ નઠોર બને, નિર્બેસ બને તેવો કોઈ પણ વ્યાપારધંધો તે ખરકર્મ કહેવાય. આવું ખરકર્મ શ્રાવક ન કરે. ધંધો એવો કરીએ કે માત્ર લે-વહેંચ કરીને છૂટા થઈ જઈએ. બજારમાં શું ચાલે છે એ જોવા બેસીશું તો વસ્તુના ઉત્પાદન સુધી પહોંચવાનો વખત આવશે. ત્યાં સુધી નથી પહોંચવું. જે તૈયાર મળે તે વેચવાનું. વસ્તુ બનાવરાવવામાં પરિણામ નઠોર બને છે. ઘરે જમવા બેઠા હો ત્યારે ભજિયાં તૈયાર હોય ને વાપરી લો એ જુદું, પણ ભજિયાં ઉતારી આપવાનું કહો તો પરિણામ નઠોર થયા છે – એમ માનવું પડે. તેમ અહીં પણ સમજવું.
સ. બજારની રૂખ ન તપાસીએ તો આપણો માલ પડી રહે, એના કરતાં ખપે એવો માલ બનાવરાવીએ તો ?
એવું પાપ કરવું એના કરતાં ધંધો છોડી મજૂરી કરવી સારી. સંસાર છોડી ન શકીએ એનો અર્થ એ નથી કે સંસારમાં રહીને પાપથી ભારે બનીએ. વસ્તુની બનાવટનો ઓર્ડર આપવો પડે એવો ધંધો નથી કરવો અને તૈયાર વસ્તુ વેચતી વખતે પણ અન્યાય નથી કરવો. આપણા બાપદાદાઓ માલની ફેરી કરીને કમાયા છે, આપણી જેમ ગલ્લે બેસીને કોઈનાં ખીસાં નથી કાપ્યાં!
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org