________________
* સર્વવિરતિધર્મ આરાધવાથી જે નિર્જરા થાય તે નિર્જરા દેશવિરતિધર્મથી નથી થતી. આથી મોક્ષે જવા માટે આપણે સર્વવિરતિધર્મની નજીક જવાનું કામ કરવું છે. સુખ છોડવાની તૈયારી નથી અને દુઃખ ભોગવવાની તૈયારી નથી માટે સર્વવિરતિ ન લઈ શકીએ એ બને પણ દેશવિરતિધર્મ પણ લેવાની તૈયારી ન હોય તો માનવું પડે ને કે અવિરતિ ચિકાર ગમે છે? સુખ પ્રત્યેનો રાગ થોડો ઘટે અને દુઃખનો દ્વેષ થોડો ઘટે તો દેશવિરતિધર્મનું પાલન મજેથી કરી શકાય એવું છે.
* કોઈ પણ જીવ પાપ કરે તો દ્રવ્યક્ષેત્રકાળભાવને આશ્રયીને કરતા હોય છે. આથી પાપના સંકોચ માટે દ્રવ્યક્ષેત્રકાળભાવનો સંકોચ કરવો જ પડશે. દ્રવ્યના સંકોચ માટે સાતમું વ્રત છે. તે માટે ક્ષેત્રનો સંકોચ જરૂરી હોવાથી છઠ્ઠી વ્રતમાં ક્ષેત્રનો સંકોચ બતાવ્યો. જેઓ પરદેશમાં ભણવા-કમાવવા પોતાના છોકરાઓને મોકલે તેઓ અભક્ષ્યઅપેય ખાતા-પીતાં થઈ ગયા ને? એના બદલે નક્કી કરો કે જેટલા મળે એટલામાં ચલાવીશું પણ એ માટે છોકરાઓને આપણી નજરબહાર નથી મૂકવા. ઓછું ભણશે તો વાંધો નથી, ઓછું કમાશે તો વાંધો નથી પણ સંસ્કાર ગુમાવવા પડે એવા ક્ષેત્રમાં નથી મોકલવા... આટલું આજે નક્કી કરી લેવું છે. ક્ષેત્રના સંક્ષેપ વિના દ્રવ્યનો સંકોચ કરવાનું સહેલું નથી. આજે મારે તમને દ્રવ્યના સંકોચ માટે રોજ બેસણાનો નિયમ આપવો છે. બેસણાનો તપ ગૃહસ્થજીવનમાં આશીર્વાદરૂપ છે. તેના કારણે કુદરતી રીતે અભક્ષ્ય, અપેય, અનંતકાય, રાત્રિભોજન, સચિત્ત, બજારની વસ્તુઓ, ઊભા ઊભા ખાવાની ટેવ આ બધાં પાપથી બચી જવાય છે. નવકારશી કરનારને આ બધાં પાપ ખુલ્લાં રહે છે. આથી આજે કાયમ માટે બેસણાં કરવાનો નિયમ આપવો છે. અમને અમારા આચાર્યભગવતે વ્યક્તિગત હિતશિક્ષા આપતાં જણાવ્યું હતું કે એકાસણાં કદાચ ન જ થઈ શકે તોપણ બેસણાથી ઓછો તપ જીવનમાં કરવો નથી. તેના કારણે સાધુપણામાં ગુરુની નજરબહાર વાપરવાનું પાપ, અદત્તાદાનનું પાપ કુદરતી રીતે છૂટી જાય છે. ગમે તેટલી બિમારી આવે તો પણ આજે ડોકટરો વધારે પાવરની દવા આપતા હોવાથી બેથી વધારે વાર દવા લેવાનો વખત ન આવે. આથી માંદગીમાં પણ બેસણાં મૂકવાની જરૂર નથી. મુસાફરીમાં ૨૪, ૩૬ કલાકની મુસાફરી હોય તો ઉપવાસ કરી લેવો અથવા બે ટ્રેઈન બદલી મુસાફરી કરવી, અથવા ટ્રેઈન ઊભી હોય ત્યારે પ-૧૦ મિનિટમાં બેસણું કરી લેવું. તમે ગમે તેટલી છટકબારી શોધો તોપણ આજે તમને જવા નથી દેવા. અમારાં સાધુસાધ્વીને પણ આમાંથી બાદબાકી નથી. એકાસણાં ન કરી શકીએ, ઉલ્લાસ ન જાગે તો માફ પણ બેસણામાંથી પણ જતા રહીએ તો આપણા જીવન પર નફરત ન
છૂટે ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org