________________
સ. અવિરતિ પાપ નથી લાગતી, હિંસા પાપ લાગે.
અવિરતિ પાપ ન લાગે એટલામાત્રથી એ પાપ મટી નથી જતું. સાપને સાપ ન માનો તો કરડે નહિ ? નાના છોકરાઓ ન માને તો ધોલ મારીને સાપથી આઘા કરો ને? તેમ તમે ન માનો તોય પરાણે આ પાપથી તમને અળગા કરવા છે.
* પ્રમાદપૂર્ણ ધર્મ કરવાથી પુણ્ય બંધાય. અપ્રમત્તપણે ધર્મ કર્યો હોય તો પુણ્ય બંધાય નહિ અને જે ગુણસ્થાનકપ્રત્યયિક પુણ્ય બંધાય તે પર ભવમાં ન લઈ જાય. જ્યારે પ્રમાદપૂર્ણ ધર્મથી બંધાયેલું પુણ્ય પર ભવમાં લઈ જાય છે.
સ. બંધસમયે સાતમું જાણો, ઉદયે ચોથું જાણે છે. આ પ્રમાણે આયુષ્યકર્મની પૂજાની ઢાળમાં આપ્યું છે.
બંધસમયે સાતમું એટલે બાંધતો બાંધતો સાતમે જાય એમ સમજવું. દેવના આયુષ્યના બંધની શરૂઆત તો છઠે પ્રમાદદશામાં જ થાય. આથી નક્કી છે ને કે પ્રમાદદશામાં બાંધેલું આયુષ્ય ભોગવવા દેવલોકમાં જવું પડે ત્યારે ચોથું ગુણઠાણું હોય.
સ. પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય ને?
ચોથેથી છઠે જે પુણ્ય બંધાય છે તે પુણ્યાનુબંધી જ પુણ્ય હોય છતાં તે પરભવમાં લઈ જાય છે માટે જ તે ઉપાદેય નથી મનાતું. સાતમે વિશુદ્ધિ હોવાથી ત્યાં બંધાતું પુણ્ય એ જ ભવમાં પૂરું થાય છે. આથી નક્કી છે ને કે પુણ્યબંધ એ ધર્મનું ફળ છે-એવું નથી પણ પ્રમાદપૂર્ણ ધર્મનું ફળ છે – એટલું સમજાય ને? આથી સદા માટે પ્રમાદ ટાળીને અપ્રમત્તદશા કેળવવી છે. જેનો ઉદય છેઠેથી ચોથે લઈ જાય તેને ઉપાદેય ગણી શકાય ખરું?
* આજે આપણે દેવતત્ત્વને માનવા છતાં દેવતત્ત્વનું માનતા નથી. આથી જ દેવતત્ત્વની શ્રદ્ધા બતાવ્યા પછી ધર્મતત્ત્વની શ્રદ્ધા જુદી પાડીને બતાવી છે. આજે આપણને ભગવાન પ્રત્યે જેટલી શ્રદ્ધા છે તેટલી ભગવાનના વચન પ્રત્યે શ્રદ્ધા નથી. બોલીએ ખરા કે ધર્મ આજ્ઞામાં છે, પરંતુ ધર્મ તો આપણી ઈચ્છામાં જ સમાયો છે ને ? તમારા ઘરમાં તમારો છોકરો તમારું માનતો ન હોય તો તમે તેને મજેથી કહી શકો કે મારું માનવું ન હોય તો આ ઘરમાં નહિ રહેવાનું. પણ અહીં જો તમે ભગવાનનું કહ્યું ન માનો તો અમે તમને કહી શકીએ ખરા કે – “ભગવાનનું માનવું ન હોય તો દેરાસરઉપાશ્રયમાં આવવું નહિ.' ? કદાચ કહીએ તો પસ્તાળ પડે ને ? તમારા ઘરજેટલી પણ દેરાસર-ઉપાશ્રયની કિંમત નહિ ને?
૧૫
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org