________________
* ધર્મતત્ત્વની શ્રદ્ધા એટલે મોક્ષસાધક ધર્મ પ્રત્યેની શ્રદ્ધા સમજવી. દેવલોક અપાવે તેવા ધર્મની શ્રદ્ધા તો મિથ્યાત્વીને પણ હોય-એ ધર્મતત્ત્વની શ્રદ્ધા નથી.
* સુખમાં રતિ સારી નહિ. કારણ કે દુ:ખ ભોગવતાં ભોગવતાં દુ:ખ કોઠે પડી જાય તો કદાચ અતિ ટળી જશે. જ્યારે સુખ ભોગવતાં ભોગવતાં તો એવું દાઢે વળગશે કે રતિ વધતી જ જશે. આમ છતાં આજે આપણો ઢાળ સુખ ભોગવવા તરફ અને દુઃખ ટાળવા તરફ છે ને ?
* દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને આપણે પાપ કરીએ છીએ. વસ્તુ સારી મળે ત્યારે પાપ કરવાનું બને ને ? શિયાળાનો કાળ આવે એટલે મેવાનું, ભાજીપાલાનું પાપ વધે ને ? ભાવ એટલે અવસ્થા. જેમ કમાતા થઈએ, પરણીએ એટલે ખાવાપીવાપહેરવા વગેરેના નખરા વધે ને ? આ ચારમાંથી ક્ષેત્રને આશ્રયીને પાપને મર્યાદિત કરવા માટે છઠ્ઠું દિક્પરિમાણ વ્રત છે. દ્રવ્યના ભોગવટાનો સંક્ષેપ કરવા માટે સાતમું ભોગોપભોગ-વિરમણ વ્રત છે. અને દ્રવ્ય, ક્ષેત્રનો સંકોચ થાય એટલે કાળનો સંકોચ એની મેળે થઈ જાય. ભાવને આશ્રયીને સંકોચ કરવા માટે અનર્થદંડવિરમણ વ્રત છે. આઠ મહિના ભાજીપાલા વગર, મેવા વગર ચાલ્યું તો બાકીના ચાર મહિના ન ચાલે ? દસ મહિના કેરી વગર ચાલે તો બે મહિના કેરી વિના ન ચાલે ?
સ. જે કાળે જે વસ્તુ વપરાતી હોય તે વાપરવામાં વાંધો શું ?
જે કાળે જે મળે તે લેવી જ એવો ય નિયમ ક્યાં છે ? ચોથા આરામાં જ મોક્ષ મળે એવો છે છતાં ત્યાં જઈને ય લીધા વગર પાછા આવ્યા ને ? આ આરામાં ય દીક્ષા મળે એવી છે. છઠ્ઠામાં નથી મળવાની, છતાં અત્યારે ન લીધી ને ? કેમ ? જે કાળે જે મળે તે લેવું છે ને ?
સ. લોકમાં કહેવાય છે કે જે દુનિયાને જુએ તેને સમજ મળે.
સમજ મેળવવી હોય તો લોકની સામે જોવાને બદલે મોક્ષ સામે જોવા માંડો, મોક્ષના સાધનભૂત આગમ સામે જોવા માંડો. જે લોક સામે જુએ તે જાતને ભૂલી જાય અને જે જાતને ભૂલે તેને મોક્ષ દેખાય નહિ.
* સાધુભગવન્ત તો નિષ્પાપ જીવન જીવતા હોવા છતાં મકાનમાં બેસી રહે છે, ફરફર નથી કરતા. તેઓ ફરે તોય પાપ ન લાગે છતાં ફરતા નથી, તો શ્રાવક તો સતત પાપમાં જ પડેલા છે તે કઈ રીતે ઠેકઠેકાણે ફર્યા કરે ? સાધુપણામાં જેને આસનની સ્થિરતા પ્રાપ્ત કરવી હોય તેના માટે અભ્યાસ તરીકે આ દિક્પરિમાણ વ્રત છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org