________________
* દેરાસરના પરિસરમાં સ્ત્રીકથા, ભક્તકથા વગેરે ન કરવી. તપસ્વીને શાતા દેરાસરમાં ન પુછાય. અનુચિત આસન ન રાખવું. કટાસણું, રજઇ, ગાદી વગેરે ઉપર દેરાસરમાં ન બેસવું. જેના કારણે ઉદ્ધતાઈ જણાઈ આવે એવા આસનનો ત્યાગ કરવો. નિષ્કારણ દેરાસરમાં ઊભા ન રહેવું. કોઈની રાહ જોવા માટે દેરાસરના પરિસરમાં ઊભા ન રહેવું. નવકારવાળી પણ દેરાસરમાં ન ગણવી. ઉપર જણાવેલી વસ્તુમાં દૃષ્ટાન્ત આપે છે. કામક્રીડામાં આસક્ત, રમતિયાળ એવા પણ દેવો મંદિરના પરિસરમાં આમાંનું એક પણ કામ કરતા નથી. વિષયના વિષથી મોહિત એવા પણ દેવો જો મંદિરના પરિસરમાં આ રીતે વર્તતા હોય તો જેઓ વીતરાગ થવા માટે અને રમત છોડવા માટે મંદિરમાં જતા હોય તેઓ કઈ રીતે વર્તે ? આપણે વિષયના વિષથી મોહિત નથી ને ? રમતિયાળ નથી ને ? આના ઉપરથી પણ સમજી શકાય ને કે સ્ત્રીઓની સાથે પુરુષોએ અને પુરુષોની સાથે સ્ત્રીઓએ ન જવું ?
* ગાથા ૫૪ : પ્રજ્ઞાહીન એવો શ્રાવક દેવદ્રવ્યની ઉપેક્ષા કરે અથવા તો દેવદ્રવ્યનું ભક્ષણ કરે તો તે સંસારમાં પાપકર્મથી લેપાય છે. અહીં પ્રજ્ઞાહીન એટલે અજાણતા. જે અજાણતા પણ આ રીતે પાપકર્મથી લેપાતા હોય તો જાણી-જોઈને કરે તેઓનું શું થશે ? એ જાતે વિચારી લેવું.
* જેઓ અજાણતા આ રીતે વર્તતા હોય તેઓનું કડકમાં કડક અનુશાસન કરીને તેમને ઠેકાણે લાવવા. ‘હું આટલું દ્રવ્ય દેરાસર-ઉપાશ્રયમાં આપીશ' એમ કીધા પછી જો તે ન આપે તો એની પાસેથી કઢાવવા મહેનત કરવી. આવા વખતે ‘એનું પાપ એના માથે' કહીને બેસી જાય તો પોતે તો સંસારમાં ભટકે સાથે સાથે સામાને પણ સંસારમાં ભટકાવવાનું કામ પોતે કરે છે – એમ માનવું પડે. કોઈએ ઘર, મંદિર, બગીચો વગેરે દેરાસર વગેરેના નિભાવ માટે આપ્યું હોય તો તેને સાચવવાની જવાબદારી શ્રાવકની હોય. કોઈ વ્યક્તિ ‘હું આટલું ધન આપીશ' એમ કહીને મરી ગયો હોય તો એના વંશજને કહીને તેની પાસેથી કઢાવવા. ‘આપણે ક્યાં બોલ્યા છીએ, એ બોલ્યો હતો’ એમ કહીને તમે જો તેની ઉપેક્ષા કરો તો સંસારભ્રમણરૂપ દોષ તમને પ્રાપ્ત થવાનો. એકલા દેવદ્રવ્ય માટેની આ વાત નથી, સાધારણદ્રવ્યની વાત પણ ભેગી ગણવી. જે લોકો ધર્મ નથી સમજ્યા તેઓ આવું કરે. અહીં શિષ્ય શંકા કરે છે કે – સમજદાર આવું કરે છે તેનું શું ? તેનો જવાબ ગ્રંથકારશ્રી આપે છે કે જેઓએ ભૂતકાળમાં નરકનું આયુષ્ય બાંધ્યું હોય તેઓ સમજદાર થઈને આવું કરશે. જેવી ગતિ હોય તેવી મતિ થાય છે.
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org