________________
સ. બધા સ્વદ્રવ્યથી જ કરે તો પછી ટીપ બોલવાની શરૂઆત કેમ કરવામાં આવી ?
તમારા જેવાને પાપથી બચાવવા માટે શરૂઆત થઈ. જો એ પૂજાની સામગ્રી માટે ટીપ ન કરવામાં આવે તો દેવદ્રવ્યમાંથી એ કેસર-સુખડ વગેરે વપરાય. આ રીતે દેવદ્રવ્યના વપરાશના પાપથી બચાવવા માટેનો એ પ્રયત્ન હતો, તમને વાપરવાનો પરવાનો મળે તે માટે કે લોકો એ બહાને પૂજા કરતા થાય-એ માટેનો નહિ.
સ. દેરાસરની વસ્તુ વાપરીએ અને એટલા પૈસા દેરાસરમાં નાંખી દઈએ તો ?
તમે પૂજા નિમિત્તે પૈસા નાખ્યા છે એવું કોણ જાણે ? લોકો તમને ભક્તિરૂપે રોજ પૈસા નાખનારા તરીકે જાણે એવી માયા ન કરાય. આશય ગમે તેટલો સારો હોય તોપણ પ્રવૃત્તિમાં અનૌચિત્ય ન ચાલે. દૂધ પણ પીવું હોય તો દારૂના પીઠામાં ન પિવાય. ભંડારમાં પૈસા નાંખવા તેના કરતાં વસ્તુ પણ આપણી અને મહેનત પણ આપણી-એ રીતે સ્વદ્રવ્યથી જ પૂજા કરવાની. થોડી આળસ ખંખેરો અને સમયનો ભોગ આપતા થાઓ તો આ બધું શક્ય છે.
ધર્મતત્ત્વ * આજે લોકમાં સારા માણસ તરીકે ગણાવા માટે પણ આપણે ધર્મને કરવા જેવો માન્યો છે ને ? આજે આપણને ધર્મ કરવો ગમે છે પણ ધર્મનું ફળ(મોક્ષ) નથી જોઈતુંખરું ને ? ધર્મ કરવા છતાં સંસારના સુખની ઈચ્છા એવી ને એવી જ છે ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે સંસારના સુખનો ભોગવટો જ નહિ, તેની મનથી પણ ઈચ્છા કરીએ તો મોક્ષ ન જ મળે-આવું જાણ્યા પછી પણ જો સુખની ઈચ્છા મૂકવાની તૈયારી ન હોય તો માનવું પડે ને કે મોક્ષ જોઈતો નથી!
* આજે તમે પૌષધ કરો તે ચારિત્ર લેવા માટે કરો છો અને અમે ચારિત્રનું પાલન મોક્ષ માટે કરીએ છીએ એવું કહી શકાય એમ છે ખરું? આજે દીક્ષા લઈને બેઠેલાને પણ ગુરુનો સ્વભાવ માફક નથી આવતો એ દેખાય છે પણ પોતાનો સ્વભાવ સુધરતો નથી એ નથી દેખાતું. ગુરુનું અશુદ્ધ સ્વરૂપ નથી જોવું, પોતાનું શુદ્ધ સ્વરૂપ નજર સામે રાખવું છે. કપડાં ધોતી વખતે સાબુ કેવો છે એ જોવાનું કે કપડું કેવું છે એ જોવાનું કપડું કેવું છે – એ જોઈએ તો કપડું સાફ થાય. અત્યારે જે ધર્મ કરીએ છીએ, અત્યાર સુધી જેટલો ધર્મ કર્યો છે તેનાથી મોક્ષ નથી મળ્યો એવું જાણ્યા પછી ધર્મ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org