________________
કે સંસારનો ડર લાગે ? પાપ ન ગમે પણ પુણ્ય ગમે તેને સંસારનો ડર ન હોય. સંસારનો ડર જેને હોય તેને પાપ પણ ન ગમે અને પુણ્ય પણ ન ગમે, કર્મમાત્ર ન ગમે. દુઃખના ભયના કારણે પાપનો ભય જાગે, જ્યારે સુખના ભયના કારણે સંસારનો ભય પેદા થાય. આજે પાપથી દૂર થનારા સંસારમાં રહેવા માટે મહેનત કરતા દેખાય ને ? જ્યાં સુધી સંસારનો ડર નહિ જાગે ત્યાં સુધી વાસ્તવિક કોટિનો પાપનો ભય જાગે નહિ.
* ટ્રસ્ટ કે સંઘ કોઈ પણ જાતનું બંધારણ ઘડવાના અધિકારી નથી. બંધારણ તો ભગવાન ઘડીને જ ગયા છે, તેનું પાલન કરવા અને કરાવવાનું કામ સંઘ કરે. સ્વપ્નદ્રવ્ય(સુપનના ચઢાવાની બોલી)ની આવક દેવદ્રવ્યમાં જાય છે. આવો પાઠ કોઈ શાસ્ત્રમાં નથી, છતાં એ સ્વપ્ન ભગવાનના નિમિત્તે આવ્યાં હોવાથી તેની આવક દેવદ્રવ્યમાં જ જાય એ સર્વમાન્ય છે. આજે કેટલાક લોકો એવો તર્ક લડાવે છે કે ભગવાનની માતાને સ્વપ્ન આવ્યાં હોવાથી તેની આવક સાધારણમાં જાય : એ તર્ક ખોટો છે. ભગવાનની માતાને એ સ્વપ્ન, ભગવાનના પ્રભાવે આવ્યાં છે. બીજાં સંતાન પેટમાં આવે ત્યારે ભગવાનની માતાને ય એ સ્વપ્ન આવતાં નથી. ૪૦% સાધારણમાં અને ૬૦% દેવદ્રવ્યમાં જાય : આવું કહે છે તેઓ પણ દેવદ્રવ્યમાં આવક જાય એવું તો માને જ છે, આથી જ ૧૦૦% સાધારણમાં લઈ જવાની હિંમત નથી કરતા. દેવદ્રવ્યની આવકમાં ટકાવારી કરવાનો એમને કોઈ અધિકાર નથી.
* અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી માટે જે દ્રવ્ય સંઘને કે ટ્રસ્ટને અર્પણ કર્યું હોય અથવા તો એ નિમિત્તે પૈસા લખાવ્યા હોય તેમાંથી આપણે પૂજા ન કરાય. આપણે એ પૈસા આપી દીધા હોવાથી હવે એ સ્વદ્રવ્ય નથી. આપણે તો સ્વદ્રવ્યથી જ પૂજા કરવાની.
સ. આપણે એ આશયથી જ પૈસા આપ્યા હોય તો?
ટ્રસ્ટીઓ આપણા નોકર નથી કે જેથી આપણા પૈસા સાચવે. આપણે પણ આમાંથી વાપરીશું એવા ભાવથી પૈસા ન અપાય. આપ્યા પછી આપણી માલિકી રહેતી નથી. તમે કોઈ હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે ડોનેશન આપ્યું હોય તો એ હોસ્પિટલમાં તમે ક્યારેક દર્દી થઈને જાઓ તો તમને મફત સારવાર મળે? મફત સારવારને તમે ઈચ્છો પણ ખરા? તો અહીં કેમ ટ્રસ્ટને પૈસા આપ્યા પછી તેમાંથી પોતે પૂજા કરાયા એવું માનો છો ? એક બાજુ દાતા તરીકે નામ લખાવી માન લેવું છે અને બીજી બાજુ પોતાના પૈસાનો ભાગ માની પૂજા કરવી છે-આ નીતિ સારી નથી. તમારાથી પહોંચાતું ન હોય તો ટીપમાં પૈસા ન નોંધાવો, પણ પૂજા તો સ્વદ્રવ્યથી જ કરવાની.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org