________________
સ. વહીવટ માટે ધ્યાન રાખવું પડે ને?
ટ્રસ્ટી થવું હોય તો ધ્યાન રાખીને કામ કરવાની તેવડ રાખવી પડે. કામ કરવાની તેવડ ન હોય તો ટ્રસ્ટી થવાનો મોહ ન રાખવો. જેટલી પ્રવૃત્તિ ઓછી કરશો એટલું કામ સારું થશે. નહીં તો દેવદ્રવ્યના ભક્ષણનું પાપ લાગ્યા વગર નહીં રહે. આપત્તિકાળમાં વાપરવા માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતા જવું. બાકી તો જયાં સુધી આપણી શક્તિ છે ત્યાં સુધી આપણું જ દ્રવ્ય વાપરવું. ઉદારતા રાખતાં અને સમયનો ભોગ આપતાં આવડે તો ભગવાનની ભતિ સારામાં સારી થાય.
* દેવદ્રવ્યાદિનું ભક્ષણ કે ઉપેક્ષા થતી હોય ત્યારે તેની રક્ષા કરવાની જવાબદારી શ્રાવકોની છે. જ્યારે શ્રાવકવર્ગ ઉપેક્ષા કરે, તો તેને કડકાઈથી પણ સમજાવવાનું કામ સાધુભગવન્તો કરે. છતાં શ્રાવકવર્ગ તદન ઉદાસીન બને તો તેવા વખતે શ્રાવકોને નીચે ઉતારી સાધુભગવન્ત બધો વહીવટ પોતાના હાથમાં લઈ લે. દેવદ્રવ્યની રક્ષા કરવી હશે તો ભોગ આપવાની તૈયારી રાખવી જ પડશે. યુદ્ધમાં કોને મોકલાય ? જેની કપાવાની તૈયારી હોય, બૈરાંછોકરા રંડાય તેની ચિંતા ન હોય તેવાને ને ? અહીં પણ બધી જ તૈયારી જોઈશે. તિરસ્કાર પણ વેઠવો પડશે. આજે ઘરમાં રોજ ઘરના લોકોનો તિરસ્કાર વેઠનારા અહીં જે કોઈ કારણસર સાધુભગવન્ત તિરસ્કાર કરે તો ઉપાશ્રય છોડીને ચાલ્યા જાય... તેવાઓ દેવદ્રવ્યની રક્ષા કઈ રીતે કરી શકવાના? તમારી તેવડ ન હોય તો તમે તમારું ઘર સાચવો પણ અહીં સમાધાન કરવાની વાતો ન કરો.
સ. સહનશક્તિ નથી.
સહનશક્તિ નથી તેનું કારણ એ છે કે સંસાર જોઈએ છે, ધર્મ નથી જોઈતો; ક્ષમા નથી જોઈતી, કષાય જોઈએ છે અને વિષય જોઈએ છે, વૈરાગ્ય નથી જોઈતો માટે સહનશક્તિ આવતી નથી. ઈચ્છાશક્તિ પ્રબળ બને તો સહનશક્તિ ખીલ્યા વગર ન રહે. તમારા ઘરનો પૈસો કોઈ લઈ જતું હોય તો તમે પ્રતીકાર કરો કે શાંતિના પાઠ શીખવો ? અહીં દેવદ્રવ્યની ઉપેક્ષા થતી હોય કે ભક્ષણ થતું હોય તો શાંતિના પાઠ શીખવવા છે? સંક્લેશનું વાતાવરણ ઊભું થાય છે – એવી દલીલ કરવી છે? માનવું પડે ને કે દેવને પોતાના માનતા નથી. જે સાધુભગવન્તોએ સર્વ સાવધ યોગનો ત્યાગ કર્યો છે તેવાઓને પણ ચૈત્યદ્રવ્યના વિનાશ વખતે બધો વહીવટ પોતાના હાથમાં લેવાનું જણાવ્યું છે. તેના ઉપરથી પણ દેવદ્રવ્યની રક્ષા કેટલી આવશ્યક છે તે સમજી શકાય એવું છે. દેવદ્રવ્યના ભક્ષણ કે ઉપેક્ષાના કારણે અનન્તસંસાર વધે છે. આપણને પાપનો ડર લાગે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org