________________
શકે એવા છે. પૂજા, દર્શન, ભક્તિ કરવી હોય તો અવગ્રહમાં જવાનું. બિનજરૂરી અવગ્રહમાં પેસવું એ આશાતના છે. ભગવાનની પૂજા કરતી વખતે નખ અડી ન જાય, બીજી આંગળીનો સ્પર્શ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું. ટૂંકમાં નાના છોકરાને જે રીતે અડો તે રીતે ભગવાનને પૂજા કરતી વખતે અડવું તો આશાતનાથી બચાય. ગ્રંથકારે ભગવાનનું જે વિશેષણ મૂક્યું તે જોતાં તો તીર્થંકર પ્રત્યે બહુમાન જાગે સાથે સાથે એમના શાસનને પામેલા આવા મહાપુરુષો પ્રત્યે પણ બહુમાન જાગ્યા વિના નહીં રહે.
* જઘન્ય અવગ્રહ નવ હાથનો અને ઉત્કૃષ્ટ અવગ્રહ સાઈઠ હાથનો, તે સિવાયનો વચ્ચેનો મધ્યમ અવગ્રહ જાણવો. આજ્ઞા મુજબ ધર્મ કરવો હશે એને અવગ્રહ સાચવ્યા વિના નહીં ચાલે.
* અહીં પ્રસંગથી ગુરુનો અવગ્રહ પણ જણાવ્યો છે. દેવના અવગ્રહની વાત ચાલતી હતી તેમાં ગુરુના અવગ્રહની વાત ક્યાંથી આવી ?' આ પ્રમાણેની શિષ્યશંકાનું નિરાકરણ એકાવનમી ગાથાથી કરે છે. જે વસ્તુ અવશ્ય નિરૂપણીય હોય અને યાદ આવે તેમ જ તેનું ભવિષ્યમાં નિરૂપણ કરવાનું જ હોય તો તે વસ્તુનું નિરૂપણ અહીં જ કરી લેવું તેને સમસદ્ગસંગતિ કહેવાય છે. સપ્રસંગસંગતિથી અહીં ગુરુના અવગ્રહનું નિરૂપણ કર્યું છે. ગુરનો જઘન્ય અવગ્રહ આત્મપ્રમાણ એટલે પોતાની કાયા પ્રમાણ અર્થાત્ સાડા ત્રણ હાથ જેટલો જાણવો.
સ. લાંબેથી દર્શન નથી થતા.
સિનેમા થિએટરમાં લાંબેથી પણ દેખાય છે ને ? બધા જ મર્યાદા પાળે તો સારી રીતે દર્શન થઈ જાય. શાસ્ત્રની સાથે રહેવા માટે મહેનત કરવી. શાસ્ત્રને બાજુ પર મૂકવા માટે કસરત ન કરવી. માર્ગાનુસારી પ્રજ્ઞા કેળવવા માટે અવરોધ ક્યાં છે એ નહીં જોવાનું, અવરોધ કઈ રીતે ટાળશું એ જોવાનું.
* અવગ્રહ જાળવી લીધા પછી તે અવગ્રહમાં અકર્તવ્ય શું શું છે તે બતાવવાનું કામ આગળની બે ગાથાથી કરે છે. નાક સાફ કરવું, ઘૂંકવું... વગેરેનું વર્જન કરવું. ગમે ત્યાં નાક સાફ કરવું તે સારા માણસનાં લક્ષણ નથી. ઑફિસમાં સાહેબ સાથે વાત કરો ત્યારે નાક સાફ કરો ખરા ?
સ. આ તો કુદરતી વસ્તુ છે ને?
કુદરતી વસ્તુ માટે પણ કાળજી લઈએ તો કાબૂમાં રહે ને ? ચોપડાપૂજન વગેરે કરતી વખતે ધ્યાન રાખો છો ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org