________________
સુધારવો છે અને વધારવો છે – એવું લાગે ને ? ન લાગે તો મોક્ષ નથી જોઈતો એમ માનવું પડે ને ? શરીર સાચવીને મુક્તિ ન મળે, છોડીને મળે. અત્યાર સુધી શરીર છોડ્યું નહિ ને સાચવ્યું આથી જ મુક્તિ ન મળી. મોટી ઉંમરે ખાધેલું પચતું ન હોય તો એકના બદલે બે ટંક નથી વાપરવું, પણ આહાર ઘટાડી દેવો છે. ધર્મના ફળ તરીકે મોક્ષ નથી જોઈતો ને ?
સ. સુખ એ પણ ધર્મનું ફળ છે ને?
દેવલોકનાં સુખો એ ધર્મનું ફળ નથી, એ તો ધર્મરૂપ બીજમાંથી ઊગેલું ઘાસ છે. ચેષામમિત્તે .. તૃણમપિ ગતિ નૈવ ના ... દેવો ભગવાનનો અભિષેક કરીને જે આનંદ પામે છે તેની સામે દેવલોકનાં સુખો તેમને ઘાસ કરતાં પણ તુચ્છ જણાય છે, તો એ સુખો ધર્મનું ફળ કઈ રીતે ગણાય? ધર્મનું ફળ તો મોક્ષ જ છે.
* અશુદ્ધ ક્રિયા પણ જે મોક્ષના આશયથી કરવામાં આવે તો તેનાથી મોક્ષબાધક સામગ્રીનો બાધ થાય છે અને તેથી ભવાન્તરમાં મોક્ષસાધક સામગ્રી સુલભ બને છે. અને સાધુપણાની શુદ્ધ ક્રિયા પણ જો માત્ર સુખ ખંખેરવાના આશયથી કરવામાં આવે તો તેથી ભવાન્તરમાં દુર્લભબોધિ બનાય છે. અજ્ઞાનતપ પણ મોક્ષની ઈચ્છાથી કર્યો તો તામલી તાપસ સમ્યગ્દર્શન પામ્યા. મોક્ષની ઈચ્છાથી કરેલ અનુષ્ઠાન ગુણકારી બન્યા વિના રહેતું નથી. નિયાણું કરીને સાધુપણું પાળવું તેના કરતાં નિયાણા વગરનું ગૃહસ્થપણું સારું. પહેલી દષ્ટિનું માર્ગાનુસારીપણું સારું પણ છઠ્ઠાની ક્રિયાવાળું ગુણહીન ગુણઠાણું સારું નહિ. જ્યાં સુધી શુદ્ધ ધર્મ ન આવે ત્યાં સુધી અશુદ્ધથી ચલાવીશું પણ એનો અર્થ એ નથી કે અશુદ્ધ ધર્મમાં વાંધો નથી.
* ગાથા ૧ : જીવદયા, સત્યવચન, પરધનનું પરિવર્જન, સુંદર પ્રકારનું શીલ, ક્ષાન્તિ, પાંચ ઈન્દ્રિયોનો અને મનનો નિગ્રહ : આ ધર્મનાં મૂળ છે.
૧. જીવદયા :
* કોઈ પણ જીવને દુઃખ નથી આપવું તેનું નામ જીવદયા, આજે કોઈને દુઃખ ન પહોંચે એ પરિણામ આપણો છે કે આપણને દુઃખ ન પડે તેવો પરિણામ છે? તમને દુ:ખ પડતું હોય તો મારે સુખ પડતું મૂકવું છે : આવી વૃત્તિ જેની હોય તે સાધુપણું મજેથી પાળી શકે. આપણને દુ:ખ પડે છે માટે બીજાએ સુધરવું જોઈએ એવું નહિ, બીજાને દુઃખ ન પહોંચે માટે આપણે સુધરી જવું છે-તેનું નામ જીવદયા. બધાને સુધારી ન શકાય, આપણી જાતને મજેથી સુધારી શકાય. એક ઠેકાણે કહ્યું છે કે ભૂમિ ઉપરના
૧૪૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org