________________
વ્રતના પાલન માટે અભ્યાસ કરવો જ પડશે. અભ્યાસ જેટલી ચીવટથી કરીશું તેટલી સિદ્ધિ નજીક બનશે.
૩. પરધનવર્જન :
* પરધનનું પરિવર્જન કરવું. પર એટલે બીજો. આપણા સિવાયના જેટલા હોય તે બધા પર, તેનું ધન તે પરધન. જેના પર આપણી માલિકી ન હોય તે પરધન. અનીતિથી કમાયેલો પૈસો આપણી માલિકીનો નહિ ને? પાપથી આવેલો પૈસો જેને ગમે તેને પાપ જ ગમે છે. જે વસ્તુ જીવનજરૂરિયાતની ગણાય તેવી વસ્તુ પણ પારકી ન આવવી જોઈએ. અહીં તો માત્ર સ્વામી-અદત્તની વાત છે. જે વસ્તુ પર જેની માલિકી હોય તેને પૂછ્યા વિના તેને હાથ પણ ન લગાડવો, આટલું તો શક્ય બને ને ? આટલો લૌકિક ધર્મ પણ જો ન આચરી શકીએ તો લોકોત્તરધર્મ કઈ રીતે પામી શકાય ? લોકોત્તરધર્મ સુધી પહોંચવા માટે આ લૌકિકધર્મ એ પગથિયા જેવો છે. આનું જ નામ માર્ગાનુસારીપણું છે. જેઓ આ રીતે સ્વામી-અદત્ત ટાળીને આવ્યા હોય તે તીર્થંકરાદિ અદત્તને મજેથી ટાળી શકે. ગુરુભગવન્તને પૂછ્યા વગર પાણી પણ વાપરીએ તો ગુરુઅદત્ત લાગ્યા વિના નહિ રહે અને ભગવાનની આજ્ઞાની ઉપરવટ થાય તો તીર્થંકરઅદત્ત લાગે. કોઈ પણ જીવની વિરાધના કરવાથી જીવ-અદત્તનું પાપ લાગે છે. આ ત્રણ પાપથી બચવાનું કપરું છે પણ સ્વામીઅદત્ત તો ટાળી શકાય ને?
* નોકરી કરવા જનારે કામ કરવું જોઈએ-એવું કહેવું પડે કે કરે જ? તેમ સામાયિક કરનારને સ્વાધ્યાય કરવો જોઈએ એમ કહેવું પડે કે કરે જ? આજે અપ્રામાણિકતા એ આપણા જીવનનો મુદ્રાલેખ બની ગયો છે, તેથી પ્રામાણિકપણે જીવન જીવવાનું કામ કઠિન બની ગયું છે.
૪. સુશીલતા :
ધર્મનું ચોથું મૂળ સુશીલતા બતાવ્યું છે. આપણે સુશીલ છીએ કે સુખશીલ છીએ ? જ્યાં સુખશીલતા હોય ત્યાં સુશીલતા આવી શકતી નથી. સુખ માટે જેટલો પ્રયત્ન કરીએ તે બધો દુ:શીલતામાં પરિણામ પામવાનો. સુખ છોડવા માટે જેટલો પ્રયત્ન કરાય તે બધો સુશીલતામાં પરિણમે. ગપ્પાં મારવાં, વિકથા કરવી – આ પણ એક પ્રકારની સુખશીલતા છે. સુશીલ બનવા માટે સુખશીલતાનો ત્યાગ કર્યા વગર નહિ ચાલે. વિષયની જે આસક્તિ તેનું નામ સુખશીલતા. સારું રૂપ જોવા મળે તો આંખ ઊંચી નથી કરવી, સારું સંગીત સાંભળવા મળે તો કાન માંડવા નથી, સારી ગંધ આવે તો ઊંડો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org