________________
૨. સત્યવચન :
* બીજું સત્યવચન નામનું ધર્મનું મૂળ છે. હિંસા ટાળવી હજુ સહેલી છે પણ જૂઠું ટાળવું સહેલું નથી. આજે તો જૂઠું બોલવું તે મુત્સદ્દીપણું ગણાય ને? કોઈકને કંઈક સમજાવે, કોઈકને કંઈક સમજાવે અને બધાને હાથમાં રાખે તે જુઠો કહેવાય કે મુત્સદ્દી કહેવાય ? આઘુંપાછું કરવું તે જુદું જ છે ને? અધર્મ આપણે સિફતથી કરીએ છીએ અને ધર્મ પરિણામથી પણ નથી કરતા. સાચું છુપાવવાનો ભાવ એ જ મૃષાવાદનું બીજ છે. ખોટી વાત કરવી, ખોટા હિસાબ રાખવા, બધાને અંધારામાં રાખવા : આ બધું જુઠાણું જ છે. આજે આઠમ-ચૌદશના દિવસે લીલોતરી ન ખાવાનો નિયમ હોય પણ જૂઠું ન બોલવાનો નિયમ સંવત્સરીના દિવસે પણ રાખ્યો છે ખરો? વ્યાખ્યાનમાં કેમ નથી આવતા એમ પૂછે તો શું જવાબ આપો? ‘ઉલ્લાસ ન હતો’ એમ કહો કે ‘મહેમાન આવ્યા હતા' એમ કહો ? તપ કેમ નથી કરતા એમ પૂછે તો શતિ નથીકહો કે ઉલ્લાસ નથી-કહો ? ધર્મસ્થાનમાં પણ આ નિયમ પાળી શકાય એવું નથી ને ? જૂઠું બોલવું એ પાપ પાપરૂપ લાગતું નથી માટે તે ટાળી શકાતું નથી. સાધુપણામાં આવ્યા પછી પણ જે ઝઘડા છે તે આ જુઠાણાંના છે. જે કાંઈ સિદ્ધાન્તનો ભેદ થાય છે તે પણ જુઠાના કારણે જ થાય છે. આપણું સાચું ઠરાવવાની વૃત્તિ હોય તેને જૂઠાનો આશ્રય લેવો પડે. સાચાને સાચું સ્વીકારવાની તૈયારી હોય તેને જૂઠું બોલવાનો પ્રસંગ ન આવે. પાપના બચાવ માટે જૂઠની જરૂર પડે, પાપ કરવું નથી તેને જૂઠની જરૂર જ પડતી નથી. નવો અપરાધ કરવો નથી અને જે અપરાધ કર્યા છે તેને અપરાધ તરીકે સ્વીકારી લેવા છે, રજૂ કરવા છે, તો આલોચના લેતી વખતે પણ ખોટું બોલવાનો વખત ન આવે.
* સાધુ ભગવન્તોએ “અરૂયિયાએ વિહરામિ' આ પ્રમાણે વ્રત ઉચ્ચર્યું હોવાથી પોતાના આત્માના હિતાર્થે જ તેઓ પ્રવૃત્તિ કરે, બીજાને સુધારવાની પંચાતમાં ન પડે.
* લૌકિક દૃષ્ટિએ પણ જે પાપ તરીકે ગણાતા હોય તેનો પણ જો ત્યાગ ન કરી શકીએ તો લોકોત્તર કોટિના આચારનું પાલન કરવાનું કામ કોઈ રીતે શક્ય નહિ બને.
* સાચું બોલવું અને ખોટું ન બોલવું: આ વ્રતનું પાલન સાધુ-સાધ્વી માટે પણ દુષ્કર છે. એના માટે વિશિષ્ટ પ્રયત્ન કર્યા વિના નહિ ચાલે. આપણે આપણા સ્વાર્થ ખાતર ખોટું બોલ્યા નથી-એવું તમે કે અમે કહી શકીએ એવી સ્થિતિ છે ખરી ? આ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org