________________
બધા કાંટા દૂર કરવા એ શકય નથી, આપણે માત્ર પગમાં જોડાં પહેરવાં અને ઉપયોગપૂર્વક ચાલવું એ જ શક્ય છે, કર્ત્તવ્ય છે. આપણે તેવા પ્રકારની જવાબદારીના સ્થાને હોઈએ તોપણ બે કે ત્રણ વાર કહેવું, બાકી મૌન રાખવું. યોગ્યને હિતશિક્ષા આપવામાં તેના પ્રત્યે દયા જળવાય અને અયોગ્યની ઉપેક્ષા કરવામાં તેની દયા જળવાય. સમર્થ એવા અરિહન્તભગવન્તો પણ આપણને સુધારી ન શક્યા તો અસમર્થ એવા આપણે બીજાને કઈ રીતે સુધારી શકીએ ? આપણે સહન કરવાનું આવશે તો ચાલશે પણ બીજાની આંખમાં આપણા નિમિત્તે આંસુ આવે એવું નથી કરવું. આપણને દુઃખ ન પડે એનો વિચાર રાતદિવસ કરીએ છીએ હવે બીજાને દુ:ખ ન પહોંચે એવો પરિણામ કેળવવો છે
આ જ ધર્મનું આદિમૂળ છે. મારવામાં પાપ છે, માર ખાવામાં નહિ; સહન કરવામાં પાપ નથી, રોવડાવવામાં પાપ છે. અનાદિકાળથી આ સંસારમાં આપણે અનન્ત કાળ સુધી કંઈકેટલાય જીવોને દુઃખ પહોંચાડયું છે, એ બધું જ વ્યાજ સાથે આપણે પૂરું કરવું છે. પૃથ્વીકાયાદિ અસંખ્યાત જીવોને આપણે રોજને રોજ દુઃખ પહોંચાડીએ છીએ છતાં એકાદ દિવસ કોઈક આપણને દુ:ખ આપે ને રોવા બેસીએ-એ ચાલે ? આપણી જાત સામે જોતાં તો દુઃખ આવે ત્યારે આટલું જ કેમ આવ્યું–એમ પૂછવું પડે એવું છે, એના બદલે આટલું પણ કેમ આવ્યું – એવું જ વિચાર્યા કરે તો દુઃખ વેઠવાની શક્તિ ક્યાંથી મળે ? ગૃહસ્થપણામાં કદાચ દુઃખ વેઠવું ન પડે એ બને પણ દુ:ખ આપવું તો પડે જ. જ્યારે સાધુપણામાં દુઃખ આવે પણ દુ:ખ આપવું ન પડે. દુ:ખ પડે એનો વાંધો નથી, દુ:ખ આપવું પડે એનો વાંધો છે. આજે આટલું નક્કી કરવું છે કે કોઈને દુઃખ નથી આપવું-એની શરૂઆત આપણા ઘરથી કરવી છે. આપણા ઘરનાને દુ:ખ થાય, મોઢું પડી જાય, આંખમાં આંસુ આવે એવું નથી કરવું.
સ. એ તો સહજભાવે થઈ જાય છે.
ન
થઈ જાય તો તરત દસ ખમાસમણાં આપી દેવાં. કોઈને ભૂલથી પગ લાગી જાય તોય તરત માફી માંગનારા આપણે બીજાને જાણીને દુ:ખ પહોંચાડવા છતાં તેની સજા રૂપે દસ ખમાસમણાં પણ આપવા તૈયાર ન થઈએ તો તો દંભ જ કરીએ છીએ – એમ માનવું પડે ને ? દુઃખ આપવામાં હૈયું નઠોર થઈ ગયું છે માટે સાધુપણું આવતું નથી. જો કોઈને દુઃખ નથી આપવું આ દયાભાવ આવે તો સાધુપણા પર નજર સ્થિર થયા વિના ન રહે.
* બીજાને દુ:ખ આપવાની વૃત્તિના કારણે જ વિષય અને કષાયની પરિણતિનો ખપ પડે છે. સારી વસ્તુ ખંખેરી લેવા માટે વિષયની જરૂર પડે અને ખરાબ વસ્તુ ટાળવા માટે કષાયની જરૂર પડે. વિષયની પરિણતિ સુખ ભોગવવાનું શીખવે છે અને કષાયની
૧૪૧
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org