________________
શ્વાસ નથી લેવો, સારું ખાવાનું મળે તો વાપરવું નથી, સારો સ્પર્શ મળે તો અડવું નથી. પાંચે ઈન્દ્રિયોના વિષયો જે મજેથી ભોગવે તે સારા કહેવાય કે ખરાબ ? લોકદષ્ટિએ પણ સારો તે ગણાય છે કે જે સુખને ભોગવતો નથી અને સુખનો ત્યાગ કરે છે.
* ચોથું ગુણઠાણું સમ્યકત્વના કારણે સારું હોવા છતાં અવિરતિના કારણે સારું નથી. પુણ્યનો ઉદય આવી-આવીને સાધનાને બગાડે છે માટે ચોથું ગુણઠાણું સારું નથી. જ્યારે છઠ્ઠા ગુણઠાણે નિર્જરાનો ધોધ વહ્યા કરે, પુણ્ય નડે નહિ અને જે કાંઈ પુણ્ય બંધાય તે મામૂલી હોય, ગુણસ્થાનકપ્રત્યયિક હોય, તેથી ત્યાં સાધના નિરાબાધપણે ચાલે છે. અવિરતિ સાથેની વિરતિ મલિન હોય છે. જેમાં અવિરતિની છાયા પણ ન પડે એ વિરતિ નિર્મળ છે. જે પુણ્યબંધમાં પાપની છાયા પડે તે પુણ્ય શું કામનું? પાપનો પડછાયો પણ ન પડે એવી નિર્જરાની છાયા સાધુપણામાં જ મળે છે.
* ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગ્યા વગર જે કોઈ ધર્મનું આચરણ કરવામાં આવે તે ધર્મ કોઈ પણ રીતે પરમપદનું કારણ નહિ બને.
* ધર્મ દુર્ગતિથી બચાવનાર છે કે સંસારથી તારનાર છે? ધર્મ સુખ આપનાર છે એ શ્રદ્ધા છે કે ધર્મ મોક્ષ આપે છે એ શ્રદ્ધા છે ? ૫. ક્ષાન્તિ, ૬. ઈન્દ્રિયોનો નિગ્રહ :
* કષાયનો ત્યાગ કર્યા વિના અને વિષયની પરિણતિ ટાળ્યા વિના ધર્મની શરૂઆત કરી છે-એ જ ખોટી છે. જેને સહન કરવાની વૃત્તિ ન હોય તે કષાયનો ત્યાગ ન કરી શકે અને જેને સુખ ભોગવવાની વૃત્તિ હોય તે ઈન્દ્રિયોનો નિગ્રહ ન કરી શકે. આપણને ધર્મની શરૂઆત કરતી વખતે જ ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાનું શીખવેલું. કોઈ પણ ક્રિયા શરૂ કરવા પહેલાં સ્થાપના સ્થાપતી વખતે પંચિંદિયસંવરણો કહીએ ને ? ચઉવિકસાયમુક્કો કહીએ ને? એને કહેવું પડે કે વિષયકષાયની પરિણતિ ટાળવા માટે ધર્મ કરવાનો છે?
સ. ઘરના લોકોને સુધારવા કહેવું પડે ને?
કહેવાનું, પણ આપણે સુધર્યા હોઈએ અને બીજા આપણું માનતા હોય તો કહેવાનું. એને સુધારવા માટે આપણને કષાય કરવાનો અધિકાર નથી. શ્રેણિક મહારાજા પોતે મર્યા પણ છોકરાને સુધારી ન શક્યા ને ? છોકરાને સુધારવા માટે કહેવાની પણ કોઈ મર્યાદા હોય ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org