________________
પરિણતિ દુઃખ ટાળવાનું – બીજાને દુઃખ આપવાનું શીખવે છે. વિષયની પરિણતિના કારણે બીજાનું સુખ ઝૂંટવી લેવાનું બને અને કષાયની પરિણતિના કારણે બીજાને દુઃખ આપવાની વૃત્તિ જાગે છે.
* દુઃખ આપણા પાપથી આવે છે કે લોકોના પાપના કારણે ? બીજાની અયોગ્યતાના કારણે દુખ નથી આવતું, આપણા પોતાના પાપના કારણે જ દુઃખ આવે છે. કોઈ આપણને દુઃખ આપે છે કે આપણું પાપ આપણને દુઃખ આપે છે? જે આપણું પાપ જ આપણને દુઃખ આપતું હોય તો એ નિમિત્તે બીજાને દુઃખ આપવાની મૂર્ખાઈ કરીએ તો માનવું પડે કે સમ્યગ્દર્શનમાં પણ મીંડું છે. આવી દશામાં તમે કટાસણા પર બેસો કે અમે સાધુ થઈને ફરીએ એમાં શો ફાયદો? જો એક આટલી શ્રદ્ધા પણ મજબૂત થઈ જાય કે દુઃખ આપણા પાપથી આવે છે તોય સાધુપણું મજેથી પાળી શકાય.
* આપણને જે રાગદ્વેષ નડે છે તે આપણા ઘરપૂરતા, આપણા પરિચિત જન પૂરતા જ નડે છે ને ? એટલા ક્ષેત્રમાં પણ જે રાગદ્વેષ ટાળી ન શકીએ તો વીતરાગતા કઈ રીતે પામી શકાશે? ઘરના લોકોને દુઃખ થતું હોય તો તેવું વચન નથી કહેવું. સામા માણસને સુધારવાની જવાબદારી આપણી નથી.
સ. સામાની ભૂલ બતાવવી પડે ને?
આપણી ભૂલ કોઈ આપણને બતાવે તો ગમે છે ખરું ? જો ન ગમતું હોય તો બીજાને ભૂલ બતાવવાની ઉતાવળ ન કરવી. ભૂલ બતાવતી વખતે મોટે ભાગે પોતે ડાહ્યા છે અને સામો મૂર્ણ છે – એવું બતાવવાનો ભાવ હોય છે. એવું ડહાપણ બતાવવાની જરૂર નથી. સાધુપણામાં આવ્યા પછી પણ આચાર્યાદિ પદે બિરાજમાન થાય તેમને જ બીજાને હિતશિક્ષા આપવાનો અધિકાર છે. જે નિઃસ્પૃહ થઈને હિતશિક્ષા આપે તેને જ હિતશિક્ષા આપવાનો અધિકાર છે. જેઓ સ્પૃહાવાળા હોય તેઓ હિતશિક્ષા આપવાના અધિકારી નથી. જે મમત્વ મારે તેને અધિકાર છે, જે મમત્વને આગળ કરે તેને અધિકાર નથી.
સ. દ્વેષ ન કરીએ પણ રાગ કરીએ તેમાં શું વાંધો?
રાગ કરીએ ત્યારે પણ મુશ્કેલી છે. એક ઉપર રાગ કરીએ ને બીજા પર ન કરીએ તો બીજાને દુઃખ થાય ને? જેના પ્રત્યે રાગ કરીએ તે જો રાગ ન વરસાવે તો આપણને પણ દુઃખ થાય ને? આથી રાગમાં પણ પડવાની જરૂર નથી અને શ્રેષમાં પણ નથી પડવું. પ્રવૃત્તિ કરવા છતાં હૈયું અળગું રાખવું છે. બને ને ?
૧૪૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org