________________
* બાહ્ય ચમત્કારને લઈને આરાધનાનું માપ કાઢવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી. શ્રી સીતાજીએ દિવ્ય કર્યા પછી તે અગ્નિનું પાણી થયું, જ્યારે શ્રી ગજસુકુમાલમુનિના માથે અંગારા મુકાયા પછી તેમનું મસ્તક બળી ગયું ને મોક્ષે ગયા છતાં કોઈ દેવ ન આવ્યા તેથી શ્રી સીતાજીની આરાધના ચઢિયાતી છે અને શ્રી ગજસુકુમાલ મુનિની આરાધના નીચી છે એવું ન મનાય ને? ચોથા ગુણસ્થાનકવર્તી જીવો કરતાં છઠ્ઠા ગુણસ્થાનકવર્તી જીવો ચઢિયાતા જ ગણાય ને?
* દેવતત્વને ઓળખ્યા વગર જે ગુરુતત્વને અને માર્ગતત્ત્વને ઓળખવા માટે મહેનત કરે તેઓના હાથમાં બનાવટી ગુરુતત્ત્વ અને માર્ગતત્ત્વ આવ્યા વિના નહીં રહે.
* જે સ્થાનમાં જે ઈરાદે જવાનું છે તે ઈરાદાથી દૂર રાખે તેનું નામ આશાતના. ગાયે (સગર્શનાદ્રિ) શતતિ તિ ગાશતિના દેરાસર – ઉપાશ્રયમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને નિર્મળતા માટે જવાનું છે, તે ન થાય તો આશાતના કરી છે એમ માનવું પડે ને? સાબુ લગાડ્યા પછી, પાણી નાંખ્યા પછી પણ કપડું સાફ ન થાય તો માનવું પડે ને કે ક્યાંક ને ક્યાંક ખામી આવી છે. સાધન પરિશુદ્ધ હોય તો ફળ મળ્યા વગર ન રહે.
* સંસારના સુખમાંથી ભાગી છૂટવા માટે દેવ-ગુરુ-ધર્મનો ઉપયોગ કરવાનો છે. સંસારના સુખ માટે ધર્મનો ઉપયોગ કરવો એ એક જાતનું મિથ્યાત્વ છે. આ સંસાર દુઃખથી ગહન છે. દુઃખથી છૂટવાનો માર્ગ હોવા છતાં આ જીવો દુઃખી કેમ છે?' આવી ભાવના જાગે ત્યારે તીર્થંકર પરમાત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી હોય છે. જ્યાં સુધી સંસારમાંથી ભાગી છૂટવાની ભાવના નથી ત્યાં સુધી ધર્મ નથી. સુખ દુઃખરૂપ લાગે ત્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય. આજે સુખ મેળવીને, સુખ મેળવવા માટે કે સુખના અભાવમાં પણ પાપ કરીએ તો સમ્યગ્દર્શન ક્યાંથી આવે ? વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ ધર્મ કરવો હોય એને સુખની વાત કરવાની જ ન હોય. આપણે આપણી જાતને પૂછી લેવું કે - સંસારનું સુખ ગમતું નથી માટે જ ધર્મ કરીએ છીએ ને ? દેરાસરમાં રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા માટે જવાનું છે. અર્થ-કામ પ્રત્યેનો રાગ દૂર કરવા વીતરાગ પરમાત્મા પ્રત્યે, ગુરુભગવન્ત પ્રત્યે રાગ કરવાની છૂટ આ છૂટની વાત નથી, નભાવવાની વાત છે. સંસારના સુખનો રાગ છે ત્યાં સુધી મોક્ષસુખનો રાગ નથી થવાનો માટે આ રાગને ફેરવી નાંખવો છે. પછી આ રાગને પણ કાઢવાનો જ છે. લોઢાથી લોઢું કપાય, કાંટાથી કાંટો દૂર થાયવિષથી વિષની બાધા દૂર થાય તેમ ભાવથી ભાવ કપાય. સંસારના સુખનો ભાવ ધર્મના ભાવથી કપાય. મા-બાપ પ્રત્યેનો ભાવ બૈરી પ્રત્યેના ભાવથી કપાઈ જાય છે ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org