________________
સ. પાપ ટળે તો દુ:ખ ટળે જ ને ?
પાપ ટળે એટલે સંસાર ટળે. આપણને દુઃખ જ ટાળવું છે ને ? સુખ તો ભોગવવું છે ને? માટે જ આપણે નાની આશાતના ટાળવા તૈયાર થઈએ છીએ, મોટી આશાતના ચાલુ રાખીએ છીએ.
* પુણ્યના ઉદયથી મળતું સુખ એ પણ પરપરિણતિ અને પાપના ઉદયથી મળતું દુઃખ એ પણ પરપરિણતિ છે. આત્મા અને આત્મગુણોને છોડીને બીજું બધું પર-પરિણતિ છે – આ વસ્તુ જયાં સુધી નહીં સમજાય ત્યાં સુધી સંસાર નહીં ટળે. સુખ ભોગવવાથી પુણ્ય ખપે છે અને દુ:ખ ભોગવવાથી પાપ ખપે છે એવું જાણ્યા પછી પણ આપણી ઈચ્છા પુણ્ય ભોગવવાની જ ને ? આ જનમ પાપ ભોગવવા મળ્યો છે, પુણ્ય ભોગવવા નહીં. પાપ કરવું નથી સાથે સાથે પાપ બાકી રાખીને જવું નથી. સાધુપણું લઈએ તો પાપ પૂરું થઈ જાય એવું છે. આજે તમે દીક્ષા નથી લેતા એનું એક જ કારણ છે ને કે – પુણ્ય ભોગવીને પૂરું કરવું છે.
* અવિરતિ સારી લાગે, સુખ સારું લાગે એવા લોકોએ દુઃખ ભોગવવાની તૈયારી કરી જ લેવાની. જે લોકોને અહીંનું સુખ ગમે એવા લોકોને દેવલોકના સુખમાં વૈરાગ્ય આવશે એવું બને ખરું? જેને સામાન્ય સુખ ગમતું હોય એવાને દેવલોકનાં સુખોથી દૂર જ રાખવા પડે. આત્માને સુખ જોઈએ છે તો તે નથી આપવું અને દુઃખ જોઈતું નથી તો તે આપવું તેનું નામ આત્મદમન છે.
* ભગવાનનું વચન ન માને અને દસ આશાતના ટાળે તો તે આશાતના ટાળી કહેવાય ખરી? જે આશયથી મંદિરમાં જવું જોઈએ એ આશયથી ન જતાં વિપરીત આશયથી જઈએ એ મંદિર સંબંધી મોટામાં મોટી આશાતના છે. સંસાર જતો રહે એ આશયથી આશાતના ટાળવાનું કહ્યા પછી પણ સંસાર ટકી રહે એના માટે આશાતના ટાળવી એ મૂર્ખાઈ છે.
* અનુકૂળ સામગ્રી મળ્યા પછી મારા પુરુષાર્થનું એ ફળ છે અને દુઃખ આવ્યા પછી ‘આણે મને દુઃખ આપ્યું એમ માનવું એ એક જાતની લુચ્ચાઈ છે.
* ભગવાનને જોયા પછી “સંસાર જશે એનો આનંદ હોય કે “દુઃખ જતું રહેશે એનો આનંદ હોય? “અનન્ત દુઃખ આવે એ ચાલે પણ અનંતો સંસાર ન વધવો જોઈએ' એ આશયથી જ આશાતના ટાળીએ ને ?
૧૩૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org