________________
* પરમાત્માની ભક્તિ માત્ર તેમની આજ્ઞા પાળવા માટે જ કરવાની છે : આ વાત લગભગ ભુલાઈ ગઈ છે ને ? ભક્તિ કરીને પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી છે કે આજ્ઞા પ્રાપ્ત કરવી છે ? આજે આપણે કૃપાકાંક્ષી છીએ આજ્ઞાકાંક્ષી નથી. કૃપાના કારણે બધું નભી જાય અને આજ્ઞા પાળવા માટે બધું છોડવું પડે. સાધુપણું લઈને બેઠેલા પણ ગુરુના હૈયામાં વસવા માટે પ્રયત્ન કરે છે, પોતાના હૈયામાં ગુરુને વસાવવાની તૈયારી નથી. ગુરુ કે ભગવાનને હૈયે વસાવીએ તો આપણા હૈયામાંથી પાપ જતું રહે.
* ભગવાનના શરણે જવું એટલે સંસારનું શરણ છોડવું. જેને સંસારમાં અશરણ અવસ્થાનો અનુભવ નથી થતો તેઓ ભગવાનના શરણે જાય છે શા માટે – એ સમજાતું નથી. આ સંસારમાં કોઈ પણ ઠેકાણે આપણે શરણું પામી શકીએ એવું છે ખરું? ભગવાન સિવાય આ સંસારમાં કોઈ જ આપણને બચાવી શકે એવું નથી – એવું જેને લાગે તે ભગવાનના શરણે કઈ રીતે જાય? અરિહન્તના શરણે જવું એટલે શું? અનાથીમુનિને જ્યારે સમજાયું કે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની : કોઈ જ મને બચાવનાર નથી, ત્યારે દીક્ષા લેવા ચાલી નીકળ્યા. અરિહન્તના શરણે જવું એટલે દીક્ષા લેવી તે – બરાબર ને? આ સંસારમાં પુણ્યથી ગમે તેટલી ઊંચામાં ઊંચી સામગ્રી મળે તોય તે જન્મ, જરા ને મરણના દુઃખથી બચાવનાર નથી જ : આટલું માનો ખરા ? ‘ભગવાનનું નામ લેવાથી સારું થઈ જશે’ આવી સલાહ નથી આપવી, ‘ભગવાનનું નામ લેવાથી દુઃખ, દુઃખ નહિ લાગે એવી સલાહ આપવી છે અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે પોતે એવું માનીએ ત્યારે પુણ્ય હશે તો કોઈ આપણને આંગળી પણ નહિ અડાડે એવું બોલવાના બદલે ભગવાનની આજ્ઞા આપણા હૈયામાં હશે તો આંગળી અડાડવા છતાં આંગળી અડાડી લાગશે નહિ-એવું માનવું છે. દુઃખ ન આવે એ આ સંસારમાં શક્ય છે ? એવી અવસ્થામાં દુઃખ દુઃખ ન લાગે એવું હૈયું કેળવાય તો સારું ને? અર્થકામની ઈચ્છાવાળાને પણ દુઃખ દુઃખ નથી લાગતું ને? તેમ ધર્મમોક્ષની ઈચ્છાવાળાને ભયંકર કોટિનાં દુઃખ દુઃખરૂપ ન લાગે.
૪ ચોમાસામાં દેવદ્રવ્યની આવક કેટલી થઈ એના પરથી ચોમાસાની સફળતા ગણવા નથી બેસવું. આપણી પાસે કેટલી આવક થઈ તે જોવાની જરૂર છે. આપણી પાસે કેટલા ગુણો આવ્યા એની ચિંતા કે દેવદ્રવ્યની ઊપજ કેટલી થઈ એની ?
સ. જેટલી ઊપજ થઈ તેટલી મૂચ્છી ઊતરી કહેવાય ને?
ખરેખર મૂચ્છ ઉતારવા માટે તમે દાન આપો છો કે નામની મૂડ્ઝ વધારવા માટે ? જે છોડ્યું છે તે મેળવવું નથી ને? જેને મેળવવાની ઈચ્છા હોય તે છોડે શા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org