________________
સ. અનુકૂળતા મુજબ વિધિ કરીએ તો ?
વિધિ પાળવી હશે તો અનુકૂળતા છોડવી જ પડશે. અનુકૂળતા મુજબ વિધિ ન કરવાની હોય, વિધિ મુજબ કરવા માટે અનુકૂળતા છોડવાની હોય. રસ્તા મુજબ ગાડી ચલાવવાની હોય કે ગાડી ચાલે એ મુજબ રસ્તો ગોઠવાય ?
સ. માન્યતા બધી હોય પણ કરણ બધું ન હોય – એવું બને ?
કરણ બધું કેમ ન હોય ? થઈ શકે એવું નથી કે કરવું નથી ? બધું થઈ શકે એવું ન હોય છતાં ભગવાન એનો ઉપદેશ આપે ખરા ? અશક્ય અનુષ્ઠાનનો ઉપદેશ કરે તો ભગવાન સર્વજ્ઞ ન કહેવાય. અનુષ્ઠાન શક્ય હોવા છતાં આપણને અશક્ય લાગે છે તે આપણા સુખના રોગના કારણે લાગે છે.
* લાચારીથી દુ:ખ વેઠવું તે અકામનિર્જરા. સમજીને દુ:ખ વેઠવું, તપ કરવો, સ્વાધ્યાય કરવો, વિનયવૈયાવચ્ચ કરવા તે સકામનિર્જરા. જેની પાસે સમજણ ન હોય ને ના છૂટકે દુઃખ વેઠે તે અકામનિર્જરા. આજે આપણે દુઃખ વેઠવાની વાત જ નથી કરતા, દુઃખ ટાળવાની જ વાત છે ને ? તેથી આપણને સકામનિર્જરા પણ નથી, અકામનિર્જરા પણ નથી. આપણે તો અત્યારે સકામ બંધ કરવાનું કામ ચાલુ રાખ્યું છે ને ? અનુષ્ઠાન વિધિપૂર્વક સમજીને કરીએ તો જ નિર્જરા થાય. અવિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી નિર્જરા તો ન થાય, કર્મબંધ થાય.
સ. નિર્જરા થઈ છે કે નહિ તે કઈ રીતે ખબર પડે?
વિષયની આસતિ ઘટવા માંડે, કષાયની પરિણતિ ઘટવા માંડે તો સમજવું કે લઘુકર્મી થયા, નિર્જરા થઈ.
સ. વ્યાખ્યાનમાં આવવા માટે પૂજાનું ચૈત્યવંદન ન કરીએ તો અવિધિ ગણાય ?
જિનવાણીશ્રવણ માટે પૂજાને અપવાદે ગૌણ બનાવવી એ અવિધિ નથી. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે જિનવાણીશ્રવણ અને પૂજાના સમય શાસ્ત્રોમાં જુદા પાડ્યા છે. તમારે એકીસાથે બધાં અનુષ્ઠાન કરવાં છે માટે આ વિકલ્પ ઊઠે છે. ભગવાનની આજ્ઞા મુજબ પ્રત્યેક અનુષ્ઠાન કરીએ તો કોઈ અકસ્માત સર્જાય એવો નથી. સાત રસ્તા ભેગા થતા હોય, હજારો ગાડી રસ્તે દોડતી હોય છતાં બધી સિગ્નલની આજ્ઞામાં હોવાથી એક પણ અકસ્માત સર્જાતો નથી. જે ત્યાં પણ આજ્ઞા ન માનીએ તો અકસ્માત ભયંકર સર્જાય ને? તો અહીં ભગવાનની આજ્ઞાની ઉપરવટ થઈએ તો કેવો અકસ્માત સર્જાય ? શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org