________________
એ બને, પણ એ કાર્યોમાં રસ લેવો જરૂરી ખરો ? મનને એકાગ્ર કરવાનો ઉપાય આ જ છે કે પરમાત્માની આજ્ઞાનો વિચાર કરવો. જે અશુભ પરિણામ ટાળવા હોય તેના પ્રતિપક્ષી એવા શુભ ભાવોના વિચારોમાં મનને પ્રયત્નવિશેષે પણ જોડવું. એક વસ્તુમાં મનના અવસ્થિત પરિણામ તેનું નામ એકાગ્રતા. એક વિષયમાંથી મનના પરિણામ ખસવા ન દેવા તેનું નામ એકાગ્રતા. ચોથો અભિગમ છે : ભગવાનના દર્શન થતાંની સાથે મસ્તકે હાથ જોડી અંજલિથી પ્રણામ કરવો. આ જ કારણે દેરાસરમાં મુખ્ય બારણેથી પ્રવેશ કરવો. બાજુનો દાદરો નજીક પડતો હોય તોપણ ત્યાંથી ન ચઢવું. ગભારાની સામેથી ચઢવું.
સ. મુખ્ય બારણે જગ્યા ન હોય તો?
તો મુખ્ય બારણેથી પરમાત્માનાં દર્શન કરીને બાજુથી ચઢવું. તમારા માટે કાંઈક માર્ગ તો કાઢવો પડે ને ? દરેક જણ મર્યાદા પાળે તો આવા પ્રશ્નો ઉપસ્થિત જ ન થાય. સાત-સાત રસ્તા ભેગા થતા હોવા છતાં એક પણ અકસ્માત ન થાય તેનું કારણ શું? બધા જ મર્યાદામાં રહે માટે ને? તો અહીં પણ બધા જ વિધિ જાળવે તો કોઈ વિકલ્પ ન રહે. પાંચમો અભિગમ છે એકશાટક ઉત્તરાસંગ રાખીને જવું. ઉત્તરીય વસ્ત્ર તરીકે સાંધ્યા વગરનું એક વસ્ત્ર-ખેસ ઓઢીને જવું. એ સિવાય બીજું એકે વસ્ત્ર ન પહેરવું. અભિગમ એટલે પરમાત્માની સન્મુખ જવાનો ઉપાય. જેના વડે પરમાત્માની સન્મુખ જવાય તેનું નામ અભિગમ. (નિની મામિમુદ્દેને ખ્યતે નેન તિ મામ:I)
* ઉત્કટ કોટિની ઈચ્છા ન હોય અને મનમાં બહુમાનભાવ ન હોય તો પરમાત્માના વંદનનું વિવક્ષિત ફળ નહિ મળે. પૂજા રોજ કરીએ છીએ માટે તેમાં ઉપેક્ષા સેવાય છે – આ દલીલ વ્યર્થ છે. નામું રોજ લખો છતાં તેમાં ઉપેક્ષા સેવાય ? ડાબાનું જમણું કરો ? બહુમાન અને તરવાના ભાવ વિનાની કિયાઓ ભલીવાર વિનાની હોય તેમાં શી નવાઈ ?
* પ્રકારાન્તરે પાંચ અભિગમ શ્રેષ્ઠ એવાં રાજાઓનાં ચિહનોને આશ્રયીને બતાવ્યા છે. ખડ્ઝ (તલવાર), છત્ર, મોજડી, મુકુટ અને ચામર : આ પાંચનો ત્યાગ કરી મંદિરમાં જવું. દશત્રિક : નિશીહિત્રિક :
* પાંચ અભિગમ પછી દ્વારગાથાના અનુક્રમે દશ ત્રિક જણાવી છે. ત્રણ નિશીહિ : અગ્રદ્વારમાં, મધ્યમાં અને ગભારામાં પેસતા-એમ ત્રણ સ્થાનમાં કહી છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org