________________
દૂષિત ન કરવો : આ સહેલું નથી. માર્ગની આરાધનાની પ્રવૃત્તિ કરવાની નહિ અને છતાં બહુમાન ટકી રહે : આ સહેલું છે? સુખની આસતિ ભયંકર હોય તેમ જ અજ્ઞાન પણ હોય, શરીરની શક્તિ ન હોય છતાં બહુમાન ટકી રહે – એ ઉત્કટ કોટિના રાગ વગર શક્ય નથી. આવા ઉત્કટ કોટિના રાગ વગર તમે અને અમે ધર્મની આરાધના શરૂ કરી હોવાથી એનું પરિણામ કેવું આવ્યું છે તે તો આપણે નજરે જોઈ રહ્યા છીએ.
* આજે જે કાંઈ અવિધિ દેખાય છે તે અવિધિ થઈ જાય છે કે અવિધિ કરીએ છીએ? વિધિનું બહુમાન જાળવવું હજુ સહેલું છે પણ વિધિની અદૂષકતા તો એનાથી પણ કઠિન છે. જે વિધિ પાળી ન શકે તેના પર આંતરિક પ્રીતિ હજુ જળવાય, પણ જે કાંઈ અવિધિ આપણે આચરીએ તેનો બચાવ કર્યા વગર ન રહીએ ને? આપણે જે કરીએ છીએ તે બરાબર છે આવો આગ્રહ આપણે અવિધિનો બચાવ કરવાનું શીખવે છે અને અવિધિનો બચાવ એનું જ નામ વિધિમાર્ગની દૂષકતા. આપણી અવિધિનો બચાવ કરવાને બદલે તેની કબૂલાત કરતાં શીખી લઈએ તો વિધિમાર્ગની દૂષકતાથી બચી શકાય. આપણે સત્ત્વશાળી ભલે ન હોઈએ પણ જે સત્ત્વશીલ હોય તે આપણને ગમે ને ? આપણી સત્ત્વશીલતાની ખામી છે - એવું લાગે ને ? કોઈ પણ માણસ આપણી ભૂલ બતાવે ત્યારે પ્રામાણિકપણે તેનો સ્વીકાર કરવાની સરળતા જોઈએ. આટલી પ્રામાણિક્તા હોય તે વિધિની દૂષકતાના પાપથી બચી શકે. શ્રી આચારાંગસૂત્રમાં પણ જણાવ્યું છે કે જેઓ આચારથી બકુશકુશીલ છે તેઓ આચારથી તો બાલ છે અને એની સાથે જ પોતાના એ બાલીશ આચરણના બચાવમાં ઊભા રહે તો સાથે બીજી પ્રરૂપણાની બાલતાને પણ તેઓ પામે છે. આવી બીજી બાલતા – મૂર્ખતાને આચરવી ન હોય તો અવિધિના બચાવમાં ઊભા રહેવાની ટેવ કાઢી નાખવી.
* વિધિનું જ્ઞાન અને આરાધના, બહુમાનપૂર્વક કરવામાં આવે તો સૌથી સારું છે. આપણા માટે એ વિધિપરાયણતા તો કઠિન છે પણ એ પરાયણતાના અભાવમાં જે વિધિનું બહુમાન જાળવવાનું અને અવિધિનો બચાવ ન કરવાનું જણાવ્યું છે તે પણ આપણા માટે કઠિન છે. આથી એને માટે આપણે વિશેષ પ્રયત્ન કર્યા વિના નહિ ચાલે. વિધિ આચરવાનું સત્ત્વ ન પ્રગટે ત્યાં સુધી વિધિની અદૂષકતા માટે જરૂરી પ્રામાણિક્તા અને વિધિના બહુમાન માટે જરૂરી આંતરિક પ્રીતિ તો કોઈ પણ સંયોગોમાં કેળવી લેવી
+ રોગ ગમે તેટલો ભયંકર હોય તો પણ ડોક્ટરની રાહ જોઈએ ને? જ્યારે અહીં ગુરુની રાહ જોઈએ ખરા ? ચિકિત્સા માટે જેટલો વિધિનો આગ્રહ છે એટલો અહીં નથી.
૧૧૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org