________________
અભિગ્રહ લીધો હતો કે દસને પ્રતિબોધ કર્યા વગર મોઢામાં પાણી ન નાંખવું. આપણી પાસે એટલું સત્ત્વ ન હોય તોપણ સંયમ લેવા માટે રોજ દસ ગાથા કરીને નવકારશી કરવી, એક સામાયિક કર્યા વિના મોઢામાં પાણી નથી નાંખવું – આટલો નિયમ લઈ શકીએ ને ? સવારની નવકારશી બંધ કરીએ તો દસ ગાથા કરી શકાય. બપોરનું ભોજન બંધ કરો તો મધ્યાહ્નની પૂજા કરી શકાય અને રાતનું ભોજન ટાળો તો પ્રતિક્રમણ કરી શકાય એવું છે : શું કરવું છે ?
* સંસાર ભૂંડો નહિ લાગે ત્યાં સુધી મોક્ષની રુચિ નહિ જ જાગે. પાપથી દુ:ખ આવશે માટે પાપ નથી કરવું- એમ માત્ર દુઃખના કાયર બનાવવા માટે નથી કહેવું. દુ:ખ ભોગવવા માટે તૈયાર થયા વિના નહિ ચાલે. ભય તો સંસારનો જોઈએ. અવિરતિ ભોગવીશું તો સંસારમાં રખડવું પડશે આ ભયથી અવિરતિનો ત્યાગ કરવો છે.
* વચનપ્રણિધાન – પ્રતિકુંચિતાદિ દોષરહિતપણે તાત્ત્વિક વચન બોલવાં : તે વચનપ્રણિધાન. શક્તિની, આવડતની, ભાવની ચોરી કરવી તે પ્રતિકુંચિત દોષ, શક્તિ હોવા છતાં સ્પષ્ટ ન બોલવું, ઊંચા સ્વરે ન બોલવું, આદરપૂર્વક ન બોલવું, વિનયબહુમાનપૂર્વક ન બોલવું, વાંકું બોલવું – તે પ્રતિકુંચિતદોષ.
* કાયપ્રણિધાન – નિભૃતઅંગોપાંગ. શરીરનાં પ્રત્યેક અંગો નાચી ઊઠે, પુલકિત બની જાય, મોઢું હર્ષના ઊભરાથી હસુહસુ થઈ જાય, રોમાંચ ખડા થઈ જાય, ભૂમિ પર માત્ર સ્પર્શ ન કરતાં સ્થાપન કર્યું હોય તે રીતે મસ્તકાદિને નમાવવું-તે કાયપ્રણિધાન.
ન
* પરમાત્માના વચનની સ્થિરતા મનની સ્થિરતાને લાવે છે.
ન
* જેની પૂજામાં ભલીવાર ન હોય તેને વિધિ પ્રત્યે બહુમાન નથી એમ માનવું જ પડે. શક્તિ ન હોય કે સંયોગો કપરા હોય તેની વાત જુદી પણ શક્તિસંપન્ન અને અનુકૂળ સંયોગો હોવા છતાં પૂજા ગરબડવાળી કરે તો તે બહુમાનની ખામીને જ સૂચવે
છે.
* જેને આખી દુનિયા ફીકી લાગે તેને પરમાત્માની પૂજામાં આનંદ આવે. પૂજા વગેરે અનુષ્ઠાન કરતી વખતે જેટલું થયું તેટલું પુણ્ય એવું માનવાના બદલે જેટલું બાકી રહ્યું છે અર્થાત્ જેટલી આજ્ઞા પાળી નથી તેટલું પાપ છે-એટલું યાદ રાખવાની જરૂર
છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૧
www.jainelibrary.org