________________
* ગુરુ પ્રત્યે કે ધર્મ પ્રત્યે-અનુષ્ઠાન પ્રત્યે જેટલું બહુમાન છે તેટલું બહુમાન તીર્થંકર પરમાત્મા પ્રત્યે નથી. આજે ભગવાન પ્રત્યે બહુમાન નથી લાગતું કારણ કે ભગવાને આપણને આપ્યું છે જ શું? આપણને જે જોઈતું હોય તે આપનાર પ્રત્યે બહુમાન જાગ્યા વિના રહેતું નથી. ભગવાન જે આપે છે તે આપણને જોઈતું નથી, આપણને જે જોઈએ છે તે ભગવાન આપતા નથી, તો ક્યાંથી બહુમાન જાગે? ભગવાને જે (ચારિત્ર) આપ્યું છે તેની કિંમત સમજય, તેના પ્રત્યે પ્રેમ જાગે તો ભગવાન પ્રત્યે બહુમાન જાગ્યા વગર ન રહે.
સ. ભગવાન વાંછિત આપે છે ને?
વાંછિત કોને કહેવાય તેની ખબર છે? કોની વાંછા કરવા જેવી છે એનું પણ જ્ઞાન નથી ને ? તમે જેને વાંછિત કહો છો તે પણ આપનારા ભગવાન છે એવું માનતા હો તો કાલથી બજારમાં જવાનું બંધ કરવું પડશે. ભગવાન સુખ આપનારા છે એવું પણ માનતા નથી, સુખ તો પાપ કરવાથી મળે છે ને ? એ પાપ કરતાં પકડાઈ ન જવાય માટે જ ભગવાનને માનીએ છીએ ને? આપણે ભગવાનને સુખ આપનારા કે દુઃખ ટાળનારા માનીએ તો તેના કારણે ભગવાનની વીતરાગતામાં બાધા આવે. વીતરાગત્વમાં વ્યાઘાત આવે એવી કલ્પના ભગવાન માટે ન કરાય ને? સુખ અને દુઃખ એ તો આપણા પુણ્યપાપની લીલા છે.
સ. ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે ને?
પણ એ જોઈએ છે કોને ? દુઃખ સહન કરવું છે કે ટાળવું છે? દુઃખને ભોગવવાની વાત જ નથી ત્યાં સહનશક્તિની જરૂર જ ક્યાં પડે ? જેને દુઃખ ભોગવવા જેવું લાગે તે સહનશીલતા માગે. તમારી પાસે દુઃખ વેઠવાની શક્તિ છે ને?
સ. શક્તિ તો છે પણ મન નબળું છે.
એ મન નબળું કેમ છે ? ભગવાન પ્રત્યે અને ભગવાનના માર્ગ પ્રત્યે બહુમાન નથી માટે. એક વાર ભગવાનના વચનની પ્રતીતિ થાય તો સત્ત્વ પ્રગટ્યા વિના ન રહે. સત્ત્વ પ્રગટાવવા માટે ધર્માનુષ્ઠાન કરવાને બદલે હૈયું સાફ કરવાની જરૂર છે. પહેલાં ચિતરામણ કરવાની કે દિવાલ ઘસવાની ? અહીં પણ પહેલાં જાત ઘસવી પડશે, પાપની નિર્જરા કરવી પડશે. જે પાપ રાચી-માચીને કર્યો છે તે પાપને દૂર કર્યા વિના ધર્મ કામ નહિ લાગે. જે સુખની ખાતર પાપ કર્યા છે તેની સામે નજર જ નથી કરવી. ધર્મ કરતી વખતે સુખની સામે જોવું નથી. કારણ કે સુખના રાગમાંથી અધર્મ પેદા થાય છે. રાગ
૧૨૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org