________________
સ. સવળો પુરુષાર્થ કોને કહેવાય ?
માર્ગાનુસારીમાંથી સમકિતી, સમકિતીમાંથી દેશવિરતિધર, દેશવિરતમાંથી સર્વવિરતિધર બનવું તેમ જ સર્વવિરતમાંથી વીતરાગ બનવા માટેનો પુરુષાર્થ તે સવળો પુરુષાર્થ. જે ગુણઠાણે હોઈએ તેનાથી આગળના ગુણઠાણે પ્રયાણ કરવું તે સવળો પુરુષાર્થ. જે ગુણઠાણું છોડીને ગયા ત્યાં પાછા આવવું તે અવળો પુરુષાર્થ. જે સુખ છોડીને આવ્યા તે પાછું લેવા મથવું તે અવળો પુરુષાર્થ. આજે આપણે આ ભવમાં જ એવાં પરાક્રમ કર્યો છે કે એ ભોગવતાં ય દમ નીકળી જાય એવું છે, તો પૂર્વનાં પાપોની શી વાત કરવી ? આ મનુષ્યજન્મ પામીને સુખ ભેગું કરવા મહેનત કરી કે સુખ છોડવા ? અવિરતિ ખપાવવા માટે આ જન્મ છે કે અવિરતિ બાંધવા? અવિરતિ ખપાવવા માટે સુખ ભોગવવાનું બંધ કરવું પડશે. સુખ ભોગવવા માટે પુણ્ય જોઈએ, સુખ છોડવા માટે પુણ્યની જરૂર જ નથી. વસ્તુ મેળવવી એ પુણ્યાધીન છે, વસ્તુ છોડવી એ કર્માધીન છે કે પુરુષાર્થને આધીન છે?
સ. ભરત મહારાજાના પરિણામ કેવા હતા?
આપણે સમજી ન શકીએ તેવા ! ભોગોને રોગ જેવા માનીને ભોગવતા હતા. ભોગની કલ્પનામાં પણ આનંદ આવતો હોય તે ભોગને રોગજેવા કઈ રીતે માની શકે ? ભોગોનો ત્યાગ કરવા છતાં હૈયામાં ભોગો હોય તેને ભરત મહારાજાના પરિણામ નહિ સમજાય. એ મહાપુરુષો તો એવા હતા કે તેમનું મોઢું બગડેલું ન દેખાય પણ ભોગો ભોગવતાં હૈયું રડ્યા વિના ન રહે.
સ. અમે ભોગને રોગ જેવા માની શકીએ એવું નથી.
તો એ ભોગોને ભોગવવાનો અખતરો કરવા જેવો નથી. જે પુણ્ય આસક્તિ કરાવે એવું હોય તે પુણ્ય ભોગવવા બેસવું નથી, છોડી દેવું છે. જે દવા રિએક્શન (આડઅસર) કરે તે દવા લો કે બંધ કરો ? અવિરતિને છોડીને વિરતિ તરફ પ્રયાણ કરવું તે જ મોક્ષસાધક ઉપાય. શક્તિ ન હોય તો શક્તિ મેળવી લેવી છે, ઉલ્લાસ ન હોય તો ઉલ્લાસ કેળવી લેવો છે, સહનશીલતા ન હોય તો તે કેળવી લેવી છે. એના બદલે આજે શક્તિ હોવા છતાં છુપાવવાનું કામ ચાલુ છે, ઉલ્લાસ જાગે તો ય દબાવી દઈએ છીએ અને સહનશીલતા હોવા છતાં સહન કરવું નથી, ક્રોધ કરવો છે !! ક્યાંથી ઠેકાણું પડે ?
* શ્રી નંદીષણમુનિનું કર્મ નિકાચિત હતું એથી પુરુષાર્થ કરવા છતાં નિષ્ફળ ગયા. આજે આપણે પુરુષાર્થ જ કેવો કરીએ છીએ ? તેમણે તો સંયમ મૂક્યું છતાં
૧૨૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org