________________
કે પ્રણિધાન વિના કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ મળતી નથી. આથી જ તો પ્રણિધાન વિનાની ક્રિયાને તુચ્છ કહી છે, દ્રવ્યકિયા કહી છે. ભાવનો અભ્યાસ પાડવાનો ઈરાદો હોય તો તે પ્રધાન દ્રવ્યક્રિયા કહેવાય. પણ એટલો ય ઈરાદો ન હોય તો તે અપ્રધાન દ્રવ્યક્રિયા કહેવાય. ઈરાદો જેનો સારો હોય તેને અનુકૂળ સામગ્રી પણ પ્રાયઃ મળ્યા વિના ન રહે. અત્યાર સુધી આપણને મળ્યું નથી તેનું કારણ એક જ છે કે આપણને ઈચ્છા જ નથી. સાચા દિલની ભાવના હોય તો સંયોગો પણ સામેથી ઊભા થયા વિના પ્રાય: ન રહે.
પૂજાવિક :
પુષ્પ, નૈવેદ્ય અને સ્તુતિ ભેદથી ત્રણ પ્રકારે પૂજા છે. અહીં શિષ્ય શંકા કરે છે કે “પહેલાં આઠ પ્રકારની કે અનેક પ્રકારની પૂજા કહી હતી હવે ત્રણ પ્રકારની પૂજા કહો છો તો તેમાં વિરોધ કેમ નથી આવતો?” આપણે આ શંકા કરવાની પદ્ધતિ શીખવાની જરૂર છે. શિષ્ય એટલું તો સ્વીકારી જ લીધું છે કે વિરોધ આવતો નથી. હવે ક્ત એટલું જ પૂછવું છે કે વિરોધ નથી છતાં મને વિરોધજેવું કેમ લાગે છે – તે જણાવો. આને વિનયપૂર્વકની પૃચ્છા કહેવાય છે. આજે આપણે હોઈએ તો શું પૂછીએ? આમાં વિરોધ આવે છે – એવું કહીએ ને? આનું નામ ઉદ્ધતાઈ છે. ગ્રંથકારની વાત સમજવાનો ભાવ હોય તો તેને જિજ્ઞાસા કહેવાય. તેમની વાત કાપવાનો ભાવ હોય તો તેને ઉદ્ધતાઈ કહેવાય. “આ શું કર્યું ?' એમ પૂછીએ અને “આવું શા માટે કર્યું?' એમ પૂછીએ એ બેમાં ફરક પડે ને ? શું કર્યું-એમાં ઉદ્ધતાઈ વર્તાય છે અને શા માટે કર્યું એમાં જિજ્ઞાસાભાવ જણાય છે. અવિનયપૂર્વક પૂછીએ તો આચાર્યભગવન્ત જવાબ ન આપે. વિનયપૂર્વક પૂછ્યું હોય તો ગમે તેટલી શંકાઓનો જવાબ આચાર્યાદિ ભગવન્ત આપ્યા વિના ન રહે.
* અહીં શિષ્યની શંકાનું નિરાકરણ કરતાં જણાવે છે કે આઠ પ્રકારની પૂજા ત્રણમાં સમાઈ જાય છે. પુષ્પપૂજા એ અંગપૂજાનું ઉપલક્ષણ છે. તેથી પુષ્પપૂજાથી અભિષેક-જલપૂજા, સમાત્રમ-વિલેપનપૂજા, મંડન-આંગી અલંકાર વગેરે શોભા કરવી, ગંધ-સુગંધી દ્રવ્ય, ધૂપપૂજા (ધૂપથી અંગને વાસિત કરવાનું હોવાથી તેનો સમાવેશ અંગપૂજામાં થાય), વસ્ત્રાભરણ.... વગેરે અંગને લગતી પૂજા અંગપૂજા કહેવાય, તે બધાનું ગ્રહણ કરાયું છે. આમિષ એટલે નૈવેદ્ય, તે અગ્રપૂજાનું ઉપલક્ષણ છે. અક્ષત, ફળ, ઈશ્કજલ (શેલડીના સાંઠા), દીપપૂજા, નૃત્યપૂજા, રાંગોળી, તોરણાદિથી મંદિરનો
૧૧૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org