________________
* જેઓ વિધિપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેઓ મોક્ષના સાધનની મુખ્યરૂપે પ્રવૃત્તિ કરે છે, સંસારના ઉપાયોની ગૌણરૂપે પ્રવૃત્તિ કરે છે. આજે આપણે ધર્મ કરતી વખતે મુખ્યવૃત્તિથી નિર્જરા કરીએ કે પુણ્ય બાંધીએ ? પુણ્ય બાંધતી વખતે નિર્જરા થઈ જાય તો વાંધો નહીં કે નિર્જરા કરતી વખતે પુણ્ય બંધાઈ જાય તો વાંધો નહીં ? આપણને શું ગમે ?
* વિધિમાર્ગમાં પ્રવૃત્તિ નથી કરતા તેમાં બે હેતુ બતાવ્યા છે. ૧. અત્યન્ત વિષયાસતિ, ૨. અજ્ઞાન. આજે આપણને જ્ઞાન નથી એવું તો કહી શકાય એવું નથી. આથી સુખના રાગે જ આપણે વિધિ મુજબ પ્રવૃત્તિ નથી કરતા એમ માનવું પડે. છતાં કોઈ આપણને વિષયાસક્ત કહે એ ગમે કે અજ્ઞાની કહે એ ગમે ? સુખનો રાગ તોડવા માટે થોડું થોડું દુઃખ વેઠવાની શરૂઆત કરવી પડશે. દુ:ખ વેઠીશું તો દુ:ખ કોઠે પડશે અને સુખ ભોગવીશું તો સુખ દાઢે વળગશે, જિંદગીમાં નહીં છૂટે. પહેલાં જરૂરિયાતના કારણે લીધું હોય પછી ફાવે છે માટે લે, અન્તે છૂટતું નથી માટે છોડે નહીં - એ દશા આવે. આજે આપણે વિધિપૂર્વકનું અનુષ્ઠાન નથી કરતા તે થતું નથી માટે કે ફાવતું નથી માટે ? અત્યન્ત વિષયાસક્ત હોવા છતાં વિધિ પ્રત્યે બહુમાનવાળા હોય છે તે ‘વિધિવત્તુમાળા ધન્ના’ થી જણાવ્યું છે.
* આજે જેને વિધિનું જ્ઞાન મળ્યું છે એનો એને ઉપયોગ નથી અને જેને નથી મળ્યું એને એની જરૂર નથી માટે અનન્તજ્ઞાનીઓની દષ્ટિએ વિધિ પ્રત્યે દ્વેષ છે – એમ જ માનવું રહ્યું.
* વિધિપૂર્વક ધર્મ કર્યો હોય તો ધર્મ થોડો થાય અને અવિધિપૂર્વક કર્યો હોય તો ધર્મ વધારે થાય એવી આપણી વૃત્તિ હોવાથી આપણે અવિધિ ચલાવીએ છીએ ને ? વિધિપૂર્વક ધર્મ કરવો હોય તો ઈચ્છાઓ પર અને બિનજરૂરી પ્રવૃત્તિ પર પણ કાપ મૂકવો પડે. વિધિપૂર્વક માથું કરવા જવું હોય તો કેટલી વાર જવાય ? અને અવિધિપૂર્વક માથું કરવા જવું હોય તો કેટલી વાર જવાય ?
* જે ધર્મ કરીએ છીએ એનું તો જ્ઞાન છે જ ને ? અને ભવિષ્યમાં જે ધર્મ કરવાનો છે એનું પણ જ્ઞાન મેળવી લેવું છે – એટલો પણ અધ્યવસાય છે ?
* વિધિમાર્ગના આરાધક જીવો ‘લોકો શું કહેશે’ એની સામે જોતા નથી.
* આ ભવમાં મોક્ષે જવાની તૈયારી કરીએ તો કદાચ આવતા ભવમાં ઠેકાણું પડશે. આવતા ભવ ઉપર રાખીશું તો ક્યારે ઠેકાણું પડશે – તે કહેવાય નહીં. ઉઘરાણી લેવા જતી વખતે કેટલી મુદ્દત રાખો ? અત્યારે ને અત્યારે જ જોઈએ ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org