________________
ખરું ? આજે તમારી તીર્થયાત્રા ફળતી નથી એનું એક જ કારણ છે કે - તમને એની ઉપર વિશ્વાસ નથી. લોકમાં એક વાયકા પ્રસિદ્ધ છે કે – એક વાર એક જગ્યાએ વરસાદ ન'તો પડતો તેથી ગામના લોકો બધા ભેગા થઈને મેઘદેવતાને રીઝવવા માટે ગામની બહાર ગયા. એમાં એક માણસ છત્રી લઈને આવેલો અને બીજા બધા છત્રી વગર આવ્યા હતા. એક જણાએ પૂછ્યું કે “તમે છત્રી કેમ લઈ આવ્યા છો ?' ત્યારે તેણે જવાબ આપ્યો કે - “મને મારી પ્રાર્થના ઉપર વિશ્વાસ છે કે – મેઘદેવતાને રીઝવ્યા પછી વરસાદ આવશે જ. વરસાદ આવ્યા પછી ભીંજાતા જવું ન પડે માટે લાવ્યો છું'. બીજા બધાને વિશ્વાસ ન હતો માટે તેઓ છત્રી ન લાવ્યા. આજે તમને પણ પૂછી લઉં ને કે – વરસોથી ધર્મક્રિયા કરવા છતાં સાધુપણું કેમ ન મળ્યું? નથી જોઈતું માટે ને ?
સ. સાધુપણું લીધા પછી અપચો થાય તો ?
મેઘકુમાર, અરણિકમુનિ, આદ્રકુમાર, ભવદેવમુનિ વગેરેને અપચો થયો છતાં વાળનારા મળી ગયા ને ? સાધુપણાનો પરિણામ જ જાગ્યો નથી, એટલું જ નહીં, પરિણામ લાવવા પણ નથી એમ કહેવું પડે.
* ચારિત્રનો રાગ જેનો જતો રહે તેનું સમ્યત્વ પણ જતું રહે.
* વિધિનો યોગ એ વિધિના જ્ઞાનરૂપ છે. અધિગમ કહો, સંબંધ કહો, પરિચય કહો, જ્ઞાન કહો.. બધું એક જ છે. વ્યવહારમાં તમે કહો છો ને કે – આ માણસને હું ઓળખું છું, આનો મને પરિચય છે, અમારી સાથે આનો સંબંધ છે. આજે વિધિનું જ્ઞાન પણ છે ખરું ? “સામાયિક, પ્રતિક્રમણની વિધિ બધી ખબર છે? આવું પ્રામાણિકપણે કહી શકો ખરા ? સી.એ.નું, ડૉક્ટરનું.... તે તે જ્ઞાન ભણો એ ભવિષ્યમાં કામ લાગે માટે ને? જ્યારે અહીં ભવિષ્યમાં કામ લાગશે માટે જ્ઞાન મેળવ્યું ખરું? વિધિનું જ્ઞાન જોઈએ જ અથવા તો વિધિના જ્ઞાનપૂર્વક જ ક્રિયા કરવી છે એવો અધ્યવસાય પણ જાગ્યો છે ખરો ? મુસાફરી કરતી વખતે જ્યાં જવાનું હોય ત્યાંનું જ્ઞાન પૂરેપૂરું હોય ને? તેમ મોક્ષસાધક ક્રિયા જેને કરવી હોય તેને વિધિનું જ્ઞાન હોય ને ? વિધિના જ્ઞાનપૂર્વક ક્રિયા કરવી હોય તેઓને ભણ્યા વગર નહીં ચાલે. બીજાની ભૂલ કાઢવા નથી ભણવું, આપણી ભૂલ સુધારવા ભણવું છે. ધંધાનું, ડૉક્ટરનું જ્ઞાન મેળવો તે બીજા ખોટું કરે એના માટે કે પૈસા મેળવવા માટે ? કાલે ઊઠીને ખોટું પગલું ભરી ન બેસીએ માટે જ્ઞાન મેળવવાનું છે.
* જ્ઞાનાદિધનને જે યોગ્ય હોય તે ધન્ય કહેવાય.
૧૧૧
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org