________________
* આચાર્યભગવન્તને વ્યાખ્યાનમાં એક સ્થાનકવાસી ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે મુહપત્તીના ઉપયોગ વિના બોલો છો માટે આપની ભાષા સાવદ્ય કહેવાય ને? ત્યારે આચાર્યભગવત્તે કહ્યું હતું કે મુહપત્તીના ઉપયોગ વગર બોલવું તે સાવધ ભાષા છે પણ મુહપત્તી બાંધવી જોઈએ એ પ્રમાણે બોલવું તે ઉસૂત્રભાષણ છે.
* જેઓ વિધિમાર્ગને દૂષિત કરતા નથી તેઓ પણ વિશુદ્ધિને પામેલા હોવાથી આસન્નભવ્ય છે. જેઓ શુદ્ર છે, ક્ષુદ્ર વચનોને બોલનારા છે તેમના માટે વિધિમાર્ગની પુષ્ટિ અને અવિધિના ઉમૂલનની દેશના એ સિંહના નાદ જેવી છે. જેમ સિંહનો નાદ સાંભળી શુદ્ધ જંતુઓ ત્રાસી ઊઠે છે તેમ આવા વિધિના અદૂષક એવા વિધિપ્રરૂપકની દેશના સાંભળી શુદ્ધસત્ત્વવાળા જીવો ત્રાસી ઊઠે છે. આપણો નંબર આમાં નથી ને ?
* આ રીતે વિધિપક્ષનો ઉપસંહાર કરતાં પૂજા બાદ વંદન કરવું જોઈએ - આ વચનને અનુસાર વંદનના ઉપદેશને ૨૯ મી ગાથાથી જણાવે છે.
ગાથા ૨૯ : આથી આગમની વિધિપૂર્વક, ભક્તિના સમુદાયથી ઉલ્લસિત એવા ઘણા રોમાંચિત શરીરવાળા થઈને તે ત્રણે ભુવનમાં વંદનીય એવા તીર્થંકરભગવન્તને તમે પરમભક્તિથી વંદન કરો ... આના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે બહુમાન અને ભક્તિ વગર જે નમસ્કાર કરવામાં આવે તે દ્રવ્યવંદન હોવાથી તેના કારણે નીચગોત્ર કર્મ, ચારિત્રમોહનીય કર્મ, વીર્યાન્તરાય કર્મ વગેરેની નિર્જરા થતી નથી. પરમાત્માના વંદનનો વિધિ :
* પરમાત્માને વંદન કઈ રીતે કરવું તેનો વિધિ જણાવે છે કે – પાંચ પ્રકારના અભિગમ સાચવવા દ્વારા જિનાલયમાં જવું. પુષ્પમાળા વગેરે સચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો. પૂજામાં ઉપકરણરૂપે જે સચિત્ત દ્રવ્યો હોય તેનો નિષેધ નથી. પોતાના શણગાર માટેનાં ઉપકરણો હોય તે સચિત્ત ન હોવાં જોઈએ : આ પહેલો અભિગમ છે. અચિત્ત અલંકારાદિનો ત્યાગ ન કરવો : આ બીજો અભિગમ છે. ત્રીજો અભિગમ છે મનની એકાગ્રતા જાળવવી. આ અભિગમ આપણને ન ફાવે ને ? આજે મોટા ભાગના લોકોની ફરિયાદ છે કે મનની એકાગ્રતા રહેતી નથી. આપણે પૂછવું પડે કે એકાગ્રતા રહેતી નથી કે રાખવી નથી ? ભાવ આવતા નથી કે ભાવ લાવવા નથી ? ભાવ લાવવા હોય તો તેનો એક જ ઉપાય છે કે પરમાત્માને યાદ કરી લેવા. સંસારનાં અનિવાર્ય કાર્યો કરતી વખતે પણ જે પરમાત્માને યાદ કરીએ તો ત્યાંનો રસ ઘટી જાય. પરમાત્માની આજ્ઞાનું સ્મરણ કરીએ તો અશુભ ભાવોનો પારો ઊતરી જાય. સંસારનાં કાર્યો કરવાં જરૂરી હોય
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org