________________
ટ્રીટમેન્ટ કામ ન લાગે ત્યારે છેલ્લે ઓક્સિજનના બાટલા ચઢાવવાના, પણ શરૂઆતથી જ ન ચઢાવાય ને ? અપવાદનું સ્થાન છે કે નહિ તે તો ગીતાર્થ ગુરુભગવન્ત નક્કી કરે. આપણે આપણી અવસ્થાનું નિવેદન કરવાનું, અપવાદ સેવવો કે નહિ એ ગુરુભગવન્ત
* અઢાર પાપ કરતાં સૌથી ભયંકર કોટિનું પાપ આજ્ઞાભંગનું છે. કારણ કે આજ્ઞાનું પાલન કરીએ તો અઢારમાંથી એકે ય પાપ ન થાય અને અઢારમાંથી એક પણ પાપ લેવાય તો તે આજ્ઞાભંગના કારણે. આજ્ઞાનું ચોકઠું એવું છે કે આપણે ધારીએ તોપણ પાપ ન કરી શકીએ. જે આજ્ઞામાં આવે તેને એક પાપ કરવાનો વખત જ ન આવે. જેને આજ્ઞા પાળવાનો ઈરાદો હોય તેને એક પાપ ન લાગે. સાધુભગવન્તને આજ્ઞા પાળવાનો ઈરાદો હોવાથી નદી ઊતરવામાં પણ પાપ ન લાગે અને અમારી ઈચ્છાથી વરસાદ વિના જઈએ તોપણ પાપ લાગે.
જિનમંદિર બંધાવવાના અધિકારી
અધિકારી ધર્મ કરે તો બરાબર, અનધિકારી કરે તો આજ્ઞાભંગ નામનો દોષ લાગે. અન્યાયથી કમાવેલો પૈસો જેની પાસે હોય તે મંદિર બંધાવવાનો અનધિકારી છે. આજે તો એક નંબરનો પૈસો હોય તો બેંકમાં મૂકે અને બે નંબરના પૈસાથી ધર્મ કરે – આ ચાલે ?
સ. બે નંબરનો સંઘરે તો?
પૈસો એકે સંઘરવો નથી : એક નંબરનો પણ નહિ ને બે નંબરનો પણ નહિ. અર્થ અનર્થરૂપ છે – એ વાત કયા પૈસા માટે છે? ન્યાયના પૈસા માટે જ ને? અન્યાયનો પૈસો તો મેળવવાનો હોય જ નહિ અને ન્યાયનો પૈસો પણ અનર્થરૂપ હોવાથી સંઘરવાયોગ્ય નથી. આજે શક્તિ છે તો ખર્ચ લેવી છે. જેણે શક્તિ બચાવી તેની શક્તિ કામ ન લાગી. અને જેણે શક્તિ વાપરી તેની શક્તિ વધી. શક્તિ એ વાપરવાની ચીજ છે, મૂકી રાખવાની નહિ. અન્યાયનો પૈસો ધર્મમાં પણ ન વપરાય અને સંસારના કામમાં ય ન વપરાય.
સ. તો અન્યાયના પૈસાનું કરવું શું?
દરિયામાં પધરાવી આવવો. દાણચોરો શું કરે છે? પાટોની પાટો દરિયામાં પધરાવી દે છે ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org