________________
* રોગને ભોગવીને જેમ અશાતા દૂર થાય તેમ ભોગો ભોગવીને ગાઢ એવું ચારિત્રમોહનીયકર્મ અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓનું દૂર થતું હોય છે. નિકાચિત કોટિનું ચારિત્રમોહનીય હોય તેની આ વાત છે. જે ટળે એવું નથી તે નડે નહિ તે માટેની વાત છે. નડે નહિ એ રીતે મેળવવાની કે ભોગવવાની આ વાત નથી. ભૂતકાળમાં નિકાચિત કોટિનાં કર્મ બાંધીને આવેલા હોઈએ તો આ ભવમાં કદાચ ભોગવવું પડે, પરંતુ આ ભવમાં એવું કર્મ નથી કરવું કે જેથી ભવાન્તરમાં ભોગવવું પડે.
સ. અવિરતિ નિકાચિત છે કે નહિ ? કઈ રીતે માનવું ?
દવા લેવા છતાં જે ન ટળે તે નિકાચિત કોટિની અશાતા. તેવી રીતે પુરુષાર્થ કરવા છતાં ચારિત્ર ન મળે તો સમજવું કે અવિરતિ નિકાચિત છે. આપણે પુરુષાર્થ કેટલો કરીએ છીએ એ પ્રામાણિકપણે વિચારવાની જરૂર છે. આજે પુણ્યનો ઉદય ટાળવો છે – એવો પણ વિચાર નથી ને? ઉદીરણા કરીને પુણ્ય ભોગવવું છે ને? દહીંવડામાં મરચું નાંખીને ખાવું તે પુણ્યની ઉદીરણા. ઈડલી સાથે ચટણી ભેગી કરવી તે પુણ્યની ઉદીરણા. ગઈ કાલે પહેરેલાં કપડાં આજે ચાલે એવાં હોવા છતાં ઈન્સ્ટીટાઈટ એવાં બીજું કપડાં પહેરીને જવું તેનું નામ પુણ્યની ઉદીરણા. જેવું મળે તે ભોગવી લેવું તે પુણ્યનો ઉદય ભોગવ્યો કહેવાય. જ્યારે જેવું જોઈએ તેવું મેળવીને ભોગવવું તે પુણ્યની ઉદીરણા કરી કહેવાય. શાતાની ઉદીરણા કરીએ તો અશાતા બંધાય, અશાતાની ઉદીરણા કરીએ તો કદાચ બંધાય તોપણ શાતા જ બંધાય. આજે આપણી શાતા નિકાચિત નથી, રસોઈ પૂરી થવા આવે ત્યારે વાસણ ઘસીને જેમ કાઢવું પડે તેમ ખરડી-ખરડીને ભોગવવું પડે એવી જ શાતા આપણી છે ને ? શાતામાં માલ નથી છતાં આસક્તિ પાર વગરની છે ને?
* સુખી માણસો પોતાનાં વાહન વસાવે તે પોતાનો વટ પાડવા માટે નહિ, ધર્મની આરાધનામાં અનુકૂળતા સચવાય તે માટે વસાવે. ગમે તેવી મુસાફરી કરવી હોય, યાત્રા કરવી હોય તો દર્શન, પૂજા, સામાયિક-પ્રતિક્રમણ વગેરે ક્રિયા સચવાય તે રીતે જ પોતાના સાધનમાં કરવી. દર્શનાદિના સમયે તે તે સ્થળે ઊતરીને તે તે ક્રિયા પતાવીને પછી આગળ વધવું.
* ગમે તેવો રોગ થયા પછી પણ હોસ્પિટલમાં જવું નથી – આટલું આજે નક્કી કરવું છે ? ભગવાનજેવું શરીર આપણને ભલે નથી મળ્યું, પણ ભગવાનનો ધર્મ જ આપણને મળ્યો છે ને ? આ ધર્મના પ્રતાપે જે શરીરની મમતા ઉતારીએ તો આપણું શરીર પણ ભગવાનના જેવું (મમતા વગરનું) થઈ જાય. મરણ તો ગમે ત્યાં આવવાનું શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org